Bangladesh Nationalist Party (BNP)એ બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં BNPએ 212 બેઠકો જીતતાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Bangladesh Jamaat-e-Islamiએ 70 બેઠકો જીતતાં રાજકીય સમીકરણોમાં મહત્વની ભૂમિકા મેળવી છે. આ પરિણામો બાદ તારિક રહેમાનનું વડા પ્રધાન બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
PM મોદીએ પાઠવી શુભેચ્છા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક જીત બાદ તારિક રહેમાનને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter) પર તેમણે લખ્યું કે આ વિજય બાંગ્લાદેશના લોકોના તેમના નેતૃત્વ પર રહેલા મજબૂત વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે ભારત લોકશાહી, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશને સતત ટેકો આપતું રહેશે.
I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh.
This victory shows the trust of the people of Bangladesh in your leadership.
India will continue to stand in support of a democratic,…
— Narendra Modi (@narendramodi) February 13, 2026
તારિક રહેમાન લાંબા સમયથી વિદેશમાં રહ્યા બાદ લગભગ 17 વર્ષ પછી બાંગ્લાદેશ પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશમાં નવી રાજકીય શરૂઆતના સંકેતો જોવા મળી રહ્યા છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ બાંગ્લાદેશના રાજકીય દૃશ્યમાં મોટા પરિવર્તનની ચર્ચા તેજ થઈ છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો રહ્યા છે. બંને દેશો વેપાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન, સીમા સુરક્ષા અને વિકાસ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારતા આવ્યા છે. PM મોદીએ પોતાના સંદેશમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે નવા નેતૃત્વ સાથે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવી ઊર્જા આવી શકે છે. દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ ભારતનો મહત્વનો પડોશી દેશ હોવાથી બંને દેશો વચ્ચેનો સહકાર પ્રદેશની સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
તારિક રહેમાનના વડા પ્રધાન બન્યા બાદ આંતરિક વિકાસ, રોજગાર, ઉદ્યોગ વિકાસ અને લોકશાહી સંસ્થાઓને મજબૂત બનાવવામાં ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા છે. મોટા પ્રમાણમાં મતદાન થવાથી બાંગ્લાદેશના લોકોએ લોકશાહી પ્રક્રિવામાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે વિશ્વની નજર નવા નેતૃત્વ હેઠળ દેશ કઈ દિશામાં આગળ વધે છે તે પર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel