પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા.
સાણંદ ખાતે તેમણે ભારતને ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે સેમિકન્ડક્ટર OSAT (Outsourced Semiconductor Assembly and Test) ફેસિલિટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી Ashwini Vaishnaw અને ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel પણ ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | Gujarat | Prime Minister Narendra Modi inaugurates Kaynes Semiconductor Plant at Sanand GIDC in Ahmedabad
(Source: ANI/DD News) pic.twitter.com/vkbRYnzRQi
— ANI (@ANI) March 31, 2026
સાણંદ બનશે ‘સેમિકોન વેલી’
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે સાણંદ અને ધોલેરા હવે સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત ઝડપથી ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે ભારતીય કંપનીઓ દ્વારા ચિપ ઉત્પાદન માટે વધતો રસ દેશ માટે ગૌરવની બાબત છે અને આ વિકાસ ભારતના ટેક્નોલોજી ક્ષેત્રમાં નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.
#WATCH | Ahmedabad, Gujarat | CM Bhupendra Patel says, "A strong ecosystem is being prepared under the leadership of the Prime Minister. With the assistance from the central government, logistic infrastructure is also being developed at a great pace…"
(Source: ANI/DD News) https://t.co/3ZdZl1ISJl pic.twitter.com/It6KKiSa6Q
— ANI (@ANI) March 31, 2026
ટેક્નોલોજી, AI અને એનર્જી સિક્યુરિટી પર ભાર
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશે ઓડિશા અને તમિલનાડુ જેવા દરિયાઈ રાજ્યો માટે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વિકસાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ ક્રિટિકલ મિનરલ્સના ભંડાર ઊભા કરવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.
તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતની ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતનું AI ઇકોસિસ્ટમ મજબૂત બની રહ્યું છે, જે આવનારા દાયકામાં ટેક્નોલોજી અને એનર્જી સિક્યુરિટીના મજબૂત આધારરૂપ બનશે.
#WATCH | Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi says, "Kaynes, an Indian company, has become a strong part of the global semiconductor supply chain… In the coming times, many Indian companies will provide a resilient semiconductor supply chain to the world… With… https://t.co/3ZdZl1ISJl pic.twitter.com/2FRuQN3ATL
— ANI (@ANI) March 31, 2026
સેમિકન્ડક્ટર મિશન અને રોકાણ
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં “Semiconductor 2.0” મિશન શરૂ કરવામાં આવ્યું છે.
- 85,000થી વધુ ડિઝાઇન પ્રોફેશનલ તૈયાર કરવાનો લક્ષ્ય
- 4,000થી વધુ યુનિવર્સિટીઓને સ્ટાર્ટઅપ ડિઝાઇન માટે મંજૂરી
- હાલનું માર્કેટ ₹4.5 લાખ કરોડ
- દાયકાના અંતે ₹9 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ
તેમણે જણાવ્યું કે વિશ્વભરના રોકાણકારો ભારતમાં રોકાણ કરવા ઉત્સાહિત છે અને સુરક્ષિત સપ્લાય ચેન વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવામાં આવી રહ્યો છે.
#WATCH | Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi says, "A new bridge has been established between Sanand and Silicon Valley… I have been told that a big part of the products being manufactured here has been booked for export… 'Make in India, Make for the World' will… pic.twitter.com/VGemavMmHt
— ANI (@ANI) March 31, 2026
‘Make in India, Made for World’ નો ઉદાહરણ
Narendra Modiએ જણાવ્યું કે “Make in India, Made for World” પહેલ હવે સાચા અર્થમાં સાકાર થઈ રહી છે.
તેમણે કહ્યું કે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે ટેક્નોલોજીનો નવો બ્રિજ ઉભો થયો છે અને અહીં બનેલા સેમિકન્ડક્ટર મોડ્યુલ્સનો નિકાસ પણ શરૂ થઈ ગયો છે.
આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક વાહન, ડિફેન્સ, AI અને ઇલેક્ટ્રોનિક્સ જેવા અનેક ક્ષેત્રોને મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોના મહામારી બાદ ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો હતો.
તેમણે કહ્યું કે દેશના 6 રાજ્યોમાં ₹1.6 લાખ કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જે ભારતને વૈશ્વિક સપ્લાય ચેનમાં મજબૂત સ્થાન આપશે.
#WATCH | Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi says, "This decade brought multiple challenges for the world, bringing in pandemic, conflicts, and the global supply chain suffered the most amid this. Chips, rare earth minerals and energy have been affected a lot due to… pic.twitter.com/Kyhvnsck9x
— ANI (@ANI) March 31, 2026
પ્રોજેક્ટની વિગતો
સાણંદનો આ સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન હેઠળ ₹3300 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટને 23 સપ્ટેમ્બર 2024ના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.
માઇક્રોન પ્લાન્ટનો ઉલ્લેખ
પ્રધાનમંત્રીએ 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ કરાયેલા માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે જણાવ્યું કે માત્ર 900 દિવસમાં MoUથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન સુધી પહોંચવું ભારતની ઝડપ અને નીતિ સ્પષ્ટતાનું ઉત્તમ ઉદાહરણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel