આજે ક્રિસમસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની વિશેષ પ્રાર્થનામાં હાજરી આપી હતી. #Christmas2025ના અવસરે પીએમ મોદીએ દિલ્હી અને ઉત્તર ભારતના ખ્રિસ્તી સમુદાયના વિશાળ મંડળ સાથે ચર્ચમાં જઈ પ્રાર્થના કરી અને પ્રેમ, શાંતિ તથા કરુણાના સંદેશને આત્મસાત કર્યો.
May Christmas bring renewed hope, warmth and a shared commitment to kindness.
Here are highlights from the Christmas morning service at The Cathedral Church of the Redemption. pic.twitter.com/BzvKYQ8N0H
— Narendra Modi (@narendramodi) December 25, 2025
પીએમ મોદીએ ચર્ચની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં ક્રિસમસની સવારની પ્રાર્થનામાં હાજરી આપવી આનંદદાયક અનુભવ હતો અને આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને દયાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે ક્રિસમસની ભાવના સમાજમાં સંવાદિતા અને ભાઈચારો વધારશે.
#WATCH | Prime Minister Narendra Modi attended the Christmas morning service at The Cathedral Church of the Redemption in Delhi along with a large congregation of Christians of Delhi and North India on the occassion of #Christmas2025 today.
The service included prayers,… pic.twitter.com/0A6WnNE9yT
— ANI (@ANI) December 25, 2025
કેથેડ્રલ ચર્ચ તેની સુંદર સ્થાપત્યકળા માટે જાણીતું છે અને દર વર્ષે નાતાલના પર્વે વિશેષ શણગારથી સજાવવામાં આવે છે, જ્યાં દિલ્હીભરમાંથી લોકો ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી માટે આવે છે. બીજી પોસ્ટમાં પીએમ મોદીએ ચર્ચની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો અને લખ્યું કે ક્રિસમસ નવી આશા, પ્રેમ અને દયા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતાનો સંદેશ આપે છે.
Attended the Christmas morning service at The Cathedral Church of the Redemption in Delhi. The service reflected the timeless message of love, peace and compassion. May the spirit of Christmas inspire harmony and goodwill in our society. pic.twitter.com/humdgbxR9o
— Narendra Modi (@narendramodi) December 25, 2025
ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચની મુલાકાત લીધી હોય; તેઓ અગાઉ પણ ગોવા સહિત દેશના અનેક મુખ્ય ચર્ચોમાં ક્રિસમસના અવસરે હાજરી આપી ચૂક્યા છે, જે તેમની સર્વધર્મ સમભાવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel