રવિવારે (22 ફેબ્રુઆરી) યોજાયેલી એક જનસભામાં વડા પ્રધાન Narendra Modi એ Indian National Congress પર કડક પ્રહાર કર્યા. પોતાના સંબોધનમાં તેમણે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “મહિલા સાંસદોને મોકલીને સીટ પર કબજો કરીને તમે વડા પ્રધાન નહીં બની શકો.”
બજેટ સત્રની ઘટનાનો ઉલ્લેખ
પીએમ મોદીએ નામ લીધા વગર કોંગ્રેસને નિશાન બનાવતાં કહ્યું કે વડા પ્રધાન બનવા માટે જનતાનો વિશ્વાસ જીતવો જરૂરી છે, પ્રોક્સી રાજકારણથી નહીં. તેમણે સવાલ કર્યો કે “માતાઓ-બહેનોને આગળ કરવા પાછળ તમારી શું મજબૂતી છે?”
ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન Lok Sabha માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવના જવાબ પહેલાં કોંગ્રેસની મહિલા સાંસદો વડા પ્રધાનના આસન સુધી પહોંચી બેનરો લહેરાવ્યા હતા. ત્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ જણાવ્યું હતું કે સુરક્ષા કારણોસર તેમણે જ પીએમને ગૃહમાં ન આવવાની સલાહ આપી હતી.
कांग्रेस के बेलगाम नेता देश को तबाह करने पर तुले हुए हैं।
अगर आपको प्रधानमंत्री की कुर्सी पर बैठना है, तो पहले आपको जनता के दिल जीतने पड़ेंगे।
महिला सांसदों को भेज कर, सीट पर कब्जा करके आप प्रधानमंत्री नहीं बन सकते हो।
क्या आप लोग इतने खोखले हो गए हो कि माताओं-बहनों को इसके… pic.twitter.com/lFK5oOslGa
— BJP (@BJP4India) February 22, 2026
“જનતાનાં દિલ જીતવા પડશે”: પીએમ મોદી
વડા પ્રધાને વધુમાં કહ્યું કે જો કોઈને દેશના સર્વોચ્ચ પદ પર બેસવું હોય તો પહેલાં જનતાનાં દિલ જીતવા પડશે. “આ રીતે મહિલા સાંસદોને મોકલીને સીટ કબજે કરીને વડા પ્રધાન ન બનાય,” એમ તેમણે જણાવ્યું.
મોદીએ કોંગ્રેસને “દેશ માટે બોજો” ગણાવી કહ્યું કે દિલ્હી ઘટનાની કોંગ્રેસના સાથી પક્ષોએ પણ ટીકા કરી છે, જેના માટે તેમણે જાહેરમાં તેમનો આભાર વ્યક્ત કર્યો.
AI સમિટ મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહાર
આ જ સભામાં પીએમ મોદીએ AI સમિટ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શન મુદ્દે પણ કોંગ્રેસને આડે હાથ લીધી. તેમણે આરોપ લગાવ્યો કે સમિટ દરમિયાન કેટલાક કોંગ્રેસ નેતાઓ અર્ધનગ્ન હાલતમાં પહોંચ્યા હતા અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને રાજકીય મંચ બનાવી દીધો હતો.
મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે “દેશ પહેલેથી જાણે છે કે કોંગ્રેસ પાર્ટી નગ્ન છે, તો કપડાં ઉતારવાની શું જરૂર પડી?”
લોકસભાની ઘટનાથી લઈને AI સમિટના વિરોધ સુધીના મુદ્દાઓને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય તણાવ વધ્યો છે. પીએમ મોદીના આ નિવેદનો બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel