ભારતીય રાજકારણના ઈતિહાસમાં એક અનોખો દિવસ નોંધાયો છે, જ્યારે નરેન્દ્ર મોદીએ કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ સમય સુધી શાસન કરવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સતત લાંબા સમય સુધી નેતૃત્વ આપીને એક નવી મિસાલ સ્થાપિત કરી છે.
નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ૨૧ મે ૨૦૧૪ સુધી આ પદ પર રહીને રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ ૨૬ મે ૨૦૧૪ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા અને આજે સુધી સતત આ પદ પર કાર્યરત છે. આ રીતે તેઓ કુલ ૮,૯૩૧ દિવસથી વધુ સમય સુધી હેડ ઓફ ગવર્નમેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે, જે ભારતીય રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવે છે.
આ પહેલા આ રેકોર્ડ પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે સિક્કિમના મુખ્યમંત્રી તરીકે ૮,૯૩૦ દિવસ સુધી શાસન કર્યું હતું. હવે નરેન્દ્ર મોદીએ આ રેકોર્ડને પાર કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે.
રાજકારણમાં તેમની સફળતા માત્ર લાંબા કાર્યકાળ સુધી મર્યાદિત નથી. તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેનારા નેતા છે. સાથે જ તેમણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સતત જીત મેળવી હતી. ત્યારબાદ તેમણે ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ સતત વિજય મેળવીને રાષ્ટ્રીય સ્તરે પોતાનું મજબૂત નેતૃત્વ સાબિત કર્યું છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશભરમાંથી અભિનંદનનો વરસાદ થયો છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનું જીવન સંપૂર્ણપણે દેશસેવામાં સમર્પિત છે અને તેમના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવી રહ્યું છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ તેમની ૨૪ વર્ષની અવિરત સેવા અને સમર્પણની પ્રશંસા કરી હતી.
આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ રાજકીય સ્થિરતા, જનસમર્થન અને વિકાસપ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ, વિકાસ અને વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે તેમને આધુનિક ભારતના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન આપે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel