મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતમાં લૉકડાઉન લાગુ થવાની અફવાઓ તેજ બની રહી હતી. જોકે આ તમામ અટકળોને નકારી કાઢતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કહ્યું છે કે ભારત સરકાર પાસે આવા કોઈ લૉકડાઉનનો પ્રસ્તાવ વિચારાધીન નથી. તેમણે આ અફવાઓને સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક ગણાવી છે.
મંત્રીએ નાગરિકોને સંદેશ આપતાં જણાવ્યું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ જરૂર તણાવપૂર્ણ છે, ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં વધતા તણાવને કારણે, પરંતુ લોકોને ગભરાવાની જરૂર નથી. સરકારે ઊર્જા સપ્લાય, સપ્લાય ચેઈન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા પર સતત ‘રિયલ ટાઈમ’ નજર રાખી છે. તેમણે દેશવાસીઓને શાંતિ જાળવવા અને જવાબદારીપૂર્વક વર્તવા અપીલ કરી છે.
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
સરકાર દ્વારા ઈંધણના ભાવ પર નિયંત્રણ રાખવા માટે પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ₹13થી ઘટાડીને ₹3 કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી શૂન્ય કરવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ક્રૂડ ઓઈલના ભાવનો સીધો બોજ સામાન્ય જનતા પર ન પડે તે છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વધુમાં જણાવ્યું કે ભારત પાસે હાલ આગામી 60 દિવસ માટે પૂરતો ક્રૂડ ઓઈલનો જથ્થો ઉપલબ્ધ છે. Iran સાથે જોડાયેલા યુદ્ધ અને સપ્લાયમાં આવેલી મુશ્કેલીઓ છતાં, ભારતે અન્ય સ્ત્રોતો દ્વારા પુરવઠો સુનિશ્ચિત કર્યો છે, જેથી દેશમાં કોઈપણ પ્રકારની કમી ન સર્જાય.
તેમણે આ પણ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દરેક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઊર્જા સુરક્ષા, ભાવ નિયંત્રણ અને સપ્લાય ચેઈનને મજબૂત રાખવા માટે સતત મોનિટરિંગ અને જરૂરી નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
વિશ્લેષકોના મતે, આવી અફવાઓ વચ્ચે સરકારનો સ્પષ્ટ સંદેશ લોકોમાં વિશ્વાસ વધારવામાં મદદરૂપ બનશે અને બજારમાં અનાવશ્યક ગભરાટને અટકાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel