સાઉદી અરેબિયામાં પકડવામાં આવેલા કે સજા પામેલા વિદેશી નાગરિકોમાં પાકિસ્તાનીઓની સંખ્યા સૌથી વધારે છે. પાક.નાં સિનિયર પત્રકાર ઝાહિદ ગિશ્કોરીએ તેમનાં એક વીડિયોમાં સાઉદીમાં રહેલા પાકિસ્તાનીઓની ખરાબ હાલતનું વિવરણ કર્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં સાઉદીમાં ગુનાઈત કેસોમાં પાકિસ્તાનીઓનાં નામ સૌથી વધારે છે.
સાઉદી અરેબિયામાં ૨૦૧૪ પછી છેલ્લા ૧૦ વર્ષમાં ૧૭૦ પાકિસ્તાનીઓને ફાંસીનાં માંચડે લટકાવવામાં આવ્યા છે. હત્યા અને અન્ય ગંભીર કેસોમાં ફાંસી આપવામાં આવી છે. ઝાહિદે આ મુદ્દે પાક. સરકારને ધ્યાન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે હજારો પાકિસ્તાનીઓ જેલમાં કેદ છે અને નર્કની જિંદગી જીવી રહ્યા છે. બુધવારે જ એક પાકિસ્તાનીને સાઉદીમાં ફાંસી આપવામાં આવી છે. આમ સાઉદીમાં પાકિસ્તાનીઓ સામે કાનૂની સકંજો સતત કસવામાં આવી રહ્યો છે. ૨૦૨૪માં અલગ અલગ ગુનામાં ૨૧ પાકિસ્તાનીઓને ફાંસી આપવામાં આવી હતી.
સાઉદીમાં ૨૦૨૫માં ૩ પાકિસ્તાનીઓને ફાંસી અપાઈ હતી. હાલ ત્યાંની જેલમાં ૭,૦૦૦થી વધુ પાકિસ્તાનીઓ જેલમાં સબડી રહ્યા છે. જેમાંથી ૨૮ને મોતની સજા ફરમાવાઈ છે અને તેમના પર કાનૂની કાર્યવાહી કરાઈ રહી છે. પાકિસ્તાનની ૨૨ મહિલાઓ સાઉદીની જેલમાં કેદ છે. જેમાં ૨ મહિલાને ફાંસીની સજા કરાઈ છે. ઝાહિદના જણાવ્યા મુજબ પાક. સરકાર તેના નાગરિકોને બચાવવા ઉત્સાહી નથી પાક. સરકાર તેનાં નાગરિકોને બચાવવામાં નિષ્ફળ ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel