Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

મહાકાલ મંદિરમાં ઉજ્જૈનવાસીઓ માટે વિશેષ સુવિધા: અઠવાડિયામાં એક દિવસ ભસ્મ આરતીના નિ:શુલ્ક દર્શન કરી શકશે

મહાકાલ મંદિરમાં ઉજ્જૈનવાસીઓ માટે વિશેષ સુવિધા: અઠવાડિયામાં એક દિવસ ભસ્મ આરતીના નિ:શુલ્ક દર્શન કરી શકશે

સાધુ સંતોની સાથે જ રાજનેતા હિંદુવાદી સંગઠન અને શ્રદ્ધાળુ મંદિરની વ્યવસ્થા પર ઘણા પ્રશ્ન ઊભા કરી ચૂક્યા છે પરંતુ આ સૌની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે હવે ઉજ્જૈનવાસીઓને અઠવાડિયામાં એક વખત નિ:શુલ્ક ભસ્મ આરતીના દર્શન કરાવવામાં આવશે, જેના માટે ટૂંક સમયમાં જ અઠવાડિયાનો દિવસ, શ્રદ્ધાળુઓની સંખ્યા અને તારીખ નક્કી થવાની છે.

સાંસદ અનિલ ફિરોજિયાએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને અઠવાડિયામાં એક દિવસ ઉજ્જૈનના શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક ભસ્મ આરતીના દર્શન કરાવવા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે જેના હેઠળ બાબા મહાકાલની ભસ્મ આરતીના નિ:શુલ્ક દર્શન ઉજ્જૈનવાસીઓને ટૂંક સમયમાં કરાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે લાંબા સમયથી શહેરવાસીઓ ભગવાન મહાકાલના નિ:શુલ્ક દર્શનની માંગણી કરી રહ્યા હતા. જેને જોતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અઠવાડિયામાં એક દિવસ શહેરની જનતાને નિ:શુલ્ક ભસ્મ આરતી દર્શન કરાવવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. મુખ્યમંત્રી પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ સાંસદે કલેક્ટરને આની જાણકારી આપી.

જુલાઈથી સુવિધાનો લાભ મળશે

આ મામલે કલેક્ટરે જણાવ્યુ કે હજુ મહાકાલ મંદિરના દ્વિતીય તબક્કાનું નિર્માણ કાર્ય શરૂ છે, આના પૂર્ણ થતા જ જુલાઈ મહિનાથી નિ:શુલ્ક સુવિધાની શરૂઆત કરી દેવામાં આવશે.

વર્તમાનમાં ભસ્મ આરતીનો 200 રૂપિયા ચાર્જ

મહાકાલેશ્વર મેનેજમેન્ટ કમિટી દ્વારા વર્તમાનમાં ભસ્મ આરતી માટે પ્રતિ વ્યક્તિ 200 રૂપિયાનો ચાર્જ લાગે છે પરંતુ આ સુવિધા શરૂ થયા બાદ ઉજ્જૈનવાસીઓને ભસ્મ આરતી દર્શન માટે કોઈ પ્રકારનો ચાર્જ આપવો પડશે નહીં.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.