સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે Staff Selection Commission (SSC) તરફથી મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. SSC Combined Graduate Level Examination (CGL) 2025 ભરતી પ્રક્રિયામાં પદોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
આ પહેલા જાહેર કરાયેલા 14,582 પદોની સંખ્યાને વધારીને હવે કુલ 15,130 કરી દેવામાં આવી છે. આ ભરતી દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 58 પ્રકારના ગ્રુપ-B અને ગ્રુપ-C પદો પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.
આ પદો માટે ઉમેદવારોને પે-લેવલ 4થી 7 મુજબ ₹25,500થી લઈને ₹1,42,400 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે, જેના કારણે આ ભરતી યુવાનો માટે ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે.
કોણ ભરી શકશે પ્રેફરન્સ ફોર્મ?
ભરતી પ્રક્રિયા મુજબ, SSC Combined Graduate Level Examination ટિયર-1નું પરિણામ 18 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયું હતું. ત્યારબાદ 18થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન ટિયર-2 પરીક્ષા યોજાઈ હતી.
હવે અંતિમ પરિણામ જાહેર થાય તે પહેલાં કમિશને ઉમેદવારો પાસેથી પદો અને વિભાગોની પસંદગી એટલે કે ‘ઓપ્શન-કમ-પ્રેફરન્સ’ માંગ્યા છે.
જે ઉમેદવારો ટિયર-2 પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓએ જ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઉમેદવારો 9 માર્ચથી 12 માર્ચ 2026 (સાંજે 6 વાગ્યા સુધી) સત્તાવાર વેબસાઈટ ssc.gov.in પર લોગિન કરીને પોતાની પસંદગીના પદોની પ્રાથમિકતા આપી શકશે.
ખાસ નોંધનીય છે કે આ પ્રેફરન્સ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર આ ફોર્મ ભરવાનું ચૂકી જશે તો તેની પરિણામ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં અને તેને બીજી તક પણ આપવામાં આવશે નહીં.
કેટેગરી મુજબ જગ્યાઓ
-
UR (બિન અનામત) – 6,464
-
OBC – 3,834
-
SC – 2,223
-
ST – 1,134
-
EWS – 1,475
આ ભરતી પ્રક્રિયા દ્વારા હજારો યુવાનોને કેન્દ્ર સરકારની નોકરી મેળવવાની તક મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel