Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

30 વર્ષે સની દેઓલ અને શાહરુખ ખાન વચ્ચે થયું સમાધાન, બંને સક્સેસ પાર્ટીમાં ભેટી પડ્યા

30 વર્ષે સની દેઓલ અને શાહરુખ ખાન વચ્ચે થયું સમાધાન, બંને સક્સેસ પાર્ટીમાં ભેટી પડ્યા

સની દેઓલે ગદ્દર ટુની સફળતાની પાર્ટી પોતાના ઘરે કરી હતી. જેમાં તેણે શાહરૂખ ખાનને પણ આમંત્રણ આપ્યું હતું. બન્ને અભિનેતાઓ ૩૦ વરસ જુની દુશ્મની ભૂલી જઇને આ પાર્ટીનો આનંદ માણ્યો હતો.

શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન સાથે સની દેઓલને ત્યાં પાર્ટીમાં ગયો હતો. જ્યાં બન્ને અભિનેતાઓએ ગઇ ગુજરી ભૂલી જઇને એક બીજાને ભેટયા હતા. આમિર ખાન પણ આ પાર્ટીનો હિસ્સો રહ્યો હતો અને સનીએ તેને ગળે લગાડીને વેલકમ કર્યો હતો.

સની દેઓલ અને શાહરૂખ ખાને આ પાર્ટીમાં સાથે પોઝ આપીને તસવીરો પણ પડાવી હતી. હાલ શાહરૂખ પપોતાની આગામી ફિલ્મ જવાનમાં વ્યસ્ત હોવા છતાં સમય કાઢીને સની દેઓલની પાર્ટીમાં હાજરી આપી હતી.તેમની તસવીરો ઝડપથી સોશયલ મીડિયા પર વાયરલ થઇ હતી.જે જોઇને બન્ને અભિનેતાઓના પ્રશંસકો ખુશ થઇ ગયા હતા. આ સાથે આમિર અને સની દેઓલ વચ્ચેની પણ કડવાશ દૂર થઇ ગઇ હતી.આમિરને જોઇને સની ગદગદ થઇને તેને ભેટી પડયો હતો.

મિડીયા રિપોર્ટ્સનું માનીએ બંનેની દુશ્મની 1993માં યશરાજ બેનરની ફિલ્મ ડરથી શરૂ થઇ હતી. સની દેઓલ ડાયરેક્ટર સહિત શાહરુખ ખાનથી નારાજ થઇ ગયા હતા. સની દેઓલે યશરાજ પર આરોપ લગાવ્યો હતો કે શાહરુખને જે રીતે રોલ આપવામાં આવ્યો છે તેમ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ નથી. ડર ફિલ્મ સની-શાહરુખની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી, જેમાં બન્ને એકબીજા સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં બન્ને શાનદાર એક્ટિંગ કરીને દર્શકોનું દિલ જીતી લીધુ હતુ.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.