ભારતના સુપ્રીમ કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ખોટા ઉપયોગને લઈને મોટી ચિંતાનો ઈશારો મુકાયો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો કે, કેટલાક વકીલો AI ની મદદથી બનાવેલી અરજીઓમાં નકલી ચુકાદાઓના સંદર્ભો ઉમેરતા આવ્યા છે. આ મુદ્દો ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચમાં ઉઠ્યો હતો, જેમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ બી.વી. નાગરત્ના પણ સામેલ હતા.
AI થી તૈયાર કરાયેલી અરજીઓમાં નકલી કેસ સંદર્ભ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કેટલાક કેસમાં અરજીઓમાં દર્શાવેલા ચુકાદા ક્યારેય અદાલતમાં લેવામાં આવ્યા જ નથી. CJI સૂર્યકાંતએ કહ્યું, “અમે એ વિચારીને પરેશાન છીએ કે કેટલાક વકીલોએ AI થી ડ્રાફ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. આ અત્યંત ગંભીર અને ખોટું છે.”
જસ્ટિસ નાગરત્નાએ ઉલ્લેખ કર્યો કે, તાજેતરમાં એક ‘મર્સી વિરુદ્ધ મેનકાઈન્ડ’ (Mercy vs Mankind) કેસનો સંદર્ભ આવ્યો હતો, જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી. આવી જ ઘટનાઓ અન્ય જજોની કોર્ટમાં પણ નોંધાઈ છે, જ્યાં નકલી સંદર્ભોને તપાસવા માટે જજોને વધુ મહેનત કરવી પડે છે.
વકીલોના ડ્રાફ્ટિંગ ગુણવત્તામાં ઘટાડો
જસ્ટિસ બાગચીએ ચિંતાની વાત કરી અને જણાવ્યું કે, આજકાલ વકીલોના લીગલ ડ્રાફ્ટિંગની કળાને મોટું નુકસાન પહોંચ્યું છે. સ્પેશિયલ લીવ પિટિશન (SLP) સહિતની અરજીઓમાં જૂના ચુકાદાઓના નકલી કોટેશન ભરી દેવામાં આવ્યા છે. બુમ્બે હાઈકોર્ટે તાજેતરમાં AI થી તૈયાર કરાયેલા નકલી કોટેશનના ઉપયોગ બદલ અરજદાર પર દંડ પણ ફટકાર્યો છે.
ટેકનોલોજીનો ઉપયોગ અને વિશ્વસનીયતા વચ્ચે પડકાર
જસ્ટિસ બાગચી અને નાગરત્ના બંનેએ કહ્યું કે, ટેકનોલોજીનો ઉપયોગ વધવા છતાં, તેની વિશ્વસનીયતા અને સચોટતાને યથાવત રાખવું અત્યંત જરૂરી છે. નકલી કેસ સંદર્ભો વકીલો માટે સરળતા લાવે છે, પરંતુ તેઓ અદાલતને ફક્ત ત્વરિત નિર્ણય આપવાની દિશામાં ખોટી માગણીઓ તરફ ધકેલે છે.
સુપ્રીમ કોર્ટે તમામ વકીલોને સાવધાની રાખવા અને AI દ્વારા બનાવેલા ડ્રાફ્ટસની તપાસ જરૂરિયાત મુજબ કરવાની હિદ્દાયત કરી છે. અદાલતી વ્યવસ્થામાં ખોટી માહિતીનો પ્રસાર અટકાવવો અને સચોટ, મૂળભૂત લીગલ ડ્રાફ્ટિંગને પ્રોત્સાહન આપવું આવનારા સમય માટે મહત્વપૂર્ણ બન્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom