સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)’ એટલે કે વિશેષ સઘન સુધારા પ્રક્રિયા અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી સતત આવતી અરજીઓ પર કડક રોષ વ્યક્ત કર્યો છે. 9 ડિસેમ્બરના રોજ ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલા બાગચીની બેન્ચે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળ જેવા રાજ્યોમાંથી SIRને લગતી અરજીઓ સુનાવણી કરી હતી. બેન્ચે નોંધ્યું કે, વધતી ગયેલી અરજીઓમાં રાજકીય હેતુ વધુ સ્પષ્ટ દેખાય છે અને કેટલીક અરજીઓ માત્ર પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી દાખલ કરાઈ રહી છે. CJI સૂર્યકાંતે ટિપ્પણી કરીને જણાવ્યું કે, “વધુને વધુ અરજીઓ દાખલ કરતા રહો અને આ મુદ્દાનું રાજનીતિકરણ કરતા રહો,” જે દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે લંબાવા અને રાજકીય હસ્તક્ષેપને રોકવા માટે ચિંતિત છે.
બેન્ચે સુનાવણી દરમિયાન અલગ-અલગ રાજ્યોમાંથી આવતા વિવિધ મુદ્દાઓ પર લાગતી અરજીઓની વધતી સંખ્યાને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી અને નિર્દેશ આપ્યો કે દરેક રાજ્યના મુદ્દાઓને અલગથી વ્યવસ્થિત કરીને સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે બિહારમાં SIRની કાયદેસરતા અંગે નિર્ણયને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની હિષ્ણા વ્યક્ત કરી, કારણ કે આ નિર્ણય અન્ય રાજ્યોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાઓ પર પણ સીધો પ્રભાવ પાડશે.
સુનાવણી દરમિયાન અરજદારોએ SIRની સમયરેખા અને સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ રજૂ કરી. ઉત્તર પ્રદેશના વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવે મુજબ, રાજ્ય માટે નોટિફિકેશનમાં નિર્ધારિત સમયરેખા પૂરતી નથી, જ્યારે તમિલનાડુના વકીલે રાજ્યના સ્થળાંતરિત કામદારો પોંગલ પછી જ પાછા ફરે છે, તેથી SIR માટે સમયરેખા લંબાવવાની સલાહ આપી. પશ્ચિમ બંગાળની અરજીમાં રાજ્યમાં થયેલી હિંસાના ઇતિહાસને ધ્યાનમાં લેતા બૂથ-લેવલ ઓફિસર્સ (BLOs) ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે CAPFની તૈનાતી કરવાની માંગ કરવામાં આવી હતી. એક અન્ય અરજીમાં આસામને SIRની કવાયતમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યું છે તે અંગે ચૂંટણી પંચને નોટિસ જારી કરવામાં આવી હતી.
આ બધા મુદ્દાઓ સામે ચિંતાવ્યક્ત કરતાં CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું કે, અંધાધૂંધી રીતે અરજીઓ મંજૂર કરવામાં આવવી નહી અને BLOsની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે સમયસર અને સક્રિય પગલાં લેવાનું અનિવાર્ય છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે SIR પ્રક્રિયા કાયદાકીય અને નિષ્પક્ષ હોવી જોઈએ અને રાજકીય હસ્તક્ષેપ કે જથ્થાબંધ દબાણને કોઈ સ્થાન ન મળવું જોઈએ, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સલામત રીતે પૂર્ણ થાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel