પંજાબ પોલીસે આતંકવાદ સામેની કાર્યવાહી દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના આશ્રય હેઠળ કાર્યરત એવા ગ્રેનેડ હુમલા મૉડ્યૂલના 10 એજન્ટોને ઝડપ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મૉડ્યૂલને પંજાબના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જીવલેણ ગ્રેનેડ હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
પંજાબના ડીજીપી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા તમામ 10 એજન્ટ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતા. તેઓ ગ્રેનેડ્સની હેરફેર અને ડિલિવરી માટે મલેશિયામાં સ્થિત ત્રણ ઓપરેટિવ્સ મારફતે સંકલન કરતા હતા. પોલીસના કહેવા મુજબ, ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી એક સંભવિત મોટો આતંકી હુમલો નિષ્ફળ બન્યો છે.
In a major breakthrough, Ludhiana Commissionerate Police busts an ISI-#Pakistan backed grenade attack module and arrests 10 key operatives of foreign-based handlers.
Preliminary investigation reveals that the accused were in contact with #Pak-based handlers through three… pic.twitter.com/lYsP0yXNCT
— DGP Punjab Police (@DGPPunjabPolice) November 13, 2025
આ તાજેતરની કાર્યવાહી દેશભરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનોની શ્રેણીનો ભાગ છે. જોકે, પોલીસે હજી હથિયારોની જપ્તી અને હેન્ડલર્સની ઓળખ સંબંધિત સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી. મહત્વની વાત એ છે કે આ ઘટના દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બ્લાસ્ટના માત્ર થોડા જ દિવસો પછી બની છે, જેમાં 13 લોકોના જીવ ગયા હતા. પોલીસે આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel