Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

બગદાણા ધામમાં ભાવ ભક્તિ અને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ ઉજવણી થઈ

બગદાણા ધામમાં ભાવ ભક્તિ અને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ ઉજવણી થઈ

ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહિ પૂરા દેશ અને બહાર ભાવિક સેવકોના આરાધ્ય શ્રી બજરંગદાસબાપુની પુણ્યતિથિની ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે.

 

શ્રી ગુરૂ આશ્રમ બગદાણા તીર્થ ધામમાં શ્રી મનજીબાપાના સાનિધ્ય સાથે શ્રી બજરંગદાસબાપુની સુડતાલીસમી પુણ્યતિથિ ઉજવવામાં આવી. ઉલ્લેખનીય છે કે આજથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિતીર્થમાં પણ શ્રી બજરંગદાસ બાપાના નામથી અન્નક્ષેત્ર પ્રારંભ થયો છે.

શ્રી ગુરૂ આશ્રમમાં વહેલી સવારે મંગળા આરતી, ધ્વજાપૂજન, ધ્વજારોહણ, ગુરુ પૂજન, રાજભોગ આરતી સાથે ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી.

‘બાપા સિતારામ’ નાદ સાથે આસપાસના પંથક ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારથી ભાવિક સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દર્શન પૂજન સાથે પ્રસાદ લાભ લીધો હતો. આ ઉત્સવ સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી.

રિપોર્ટર-બગદાણા (મૂકેશ પંડિત)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.