ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં NDA સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું. આ અવસરે NDA સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને શરૂઆતમાં ઘણી ટીકા થઈ હતી, પરંતુ સરકારે ધીરજ રાખી અને આજે તેનું સકારાત્મક પરિણામ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ સોદાથી દેશમાં વેપાર અને ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે, જેનો સીધો લાભ મેન્યુફેક્ચરિંગ અને ક્વોલિટી પ્રોડક્ટ્સના વિકાસને મળશે. પીએમ મોદીએ સાંસદોને સદનમાં હાજર રહેવા, ચર્ચાઓમાં સક્રિય ભાગ લેવા અને બજેટની ઉપલબ્ધિઓ જનતા સુધી પહોંચાડવા માટે ખાસ આગ્રહ કર્યો.
प्रधानमंत्री श्री @narendramodi और पार्टी के अन्य वरिष्ठ नेता आज संसद भवन परिसर में आयोजित NDA संसदीय दल की बैठक में सम्मिलित हुए।
बैठक में श्री @NitinNabin का भाजपा राष्ट्रीय अध्यक्ष चुने जाने पर औपचारिक स्वागत किया गया। pic.twitter.com/7uODS1jcMG
— BJP (@BJP4India) February 3, 2026
પીએમએ જણાવ્યું કે હાલનું બજેટ આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે અને તેની લોકજાગૃતિ જરૂરી છે. તેમણે કહ્યું કે કોવિડ પછી વૈશ્વિક વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે અને આજનો વર્લ્ડ ઓર્ડર ભારતની તરફેણમાં વળી રહ્યો છે. આ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે નવી તકો ઉભી થઈ રહી છે, જેને યોગ્ય નીતિ અને પ્રયત્નો દ્વારા સાકાર કરવી જરૂરી છે. મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાની સાથે થયેલી ટ્રેડ ડીલ બાદ હવે દેશમાં વધુ રોકાણ આવશે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
આ બેઠક દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે યુરોપિયન યુનિયન, યુએઈ, મોરિશિયસ, ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ અને અમેરિકા સહિત 9 દેશો સાથે મહત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. તેમણે કહ્યું કે માત્ર એક અઠવાડિયા પહેલાં ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા છે અને હવે અમેરિકા સાથે પણ ટેરિફ ઘટાડા સહિતનો ઐતિહાસિક કરાર થયો છે, જે ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા દર્શાવે છે.
संसद भवन परिसर में आयोजित NDA संसदीय दल की बैठक में NDA सांसदों ने प्रधानमंत्री श्री @narendramodi को भारत-अमेरिका व्यापार समझौते के लिए बधाई दी और उनका अभिवादन किया। pic.twitter.com/4LqSIIG07T
— BJP (@BJP4India) February 3, 2026
અમેરિકા સાથેના આ સોદા અંતર્ગત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર લાગતા ટેરિફ દરને તાત્કાલિક અસરથી 25 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પગલાને પીએમ મોદી પ્રત્યેની મિત્રતા અને સન્માનનું પ્રતીક ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મજબૂત નેતૃત્વ જરૂરી છે અને ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવાના પ્રયાસોને સમર્થન આપશે.
પીએમ મોદીએ રાજકીય પરિસ્થિતિ પર પણ પ્રકાશ પાડતા કહ્યું કે દેશભરમાં 50 ટકાથી વધુ નાના પક્ષો NDA સાથે જોડાઈ રહ્યા છે, જે તેમની રાજકીય વિચારધારાની વ્યાપક સ્વીકૃતિ દર્શાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મોટી ટ્રેડ ડીલ ભારતની કૂટનીતિની મોટી જીત છે અને તે સાબિત કરે છે કે ધીરજ અને દ્રઢતા હંમેશા સારા પરિણામ આપે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel