Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ટ્રમ્પનો દાવો : અમેરિકાએ ઈરાનના 46 જહાજો ડૂબાડ્યા; IRGCની ચેતવણી બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ તેજ

ટ્રમ્પનો દાવો : અમેરિકાએ ઈરાનના 46 જહાજો ડૂબાડ્યા; IRGCની ચેતવણી બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ તેજ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ Donald Trumpએ ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે છેલ્લા સાડા ત્રણ દિવસમાં અમેરિકન સેનાએ Iranની નેવીના 46 જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને વધુ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

“જહાજોને ડૂબાડવામાં વધુ આનંદ આવે છે” – ટ્રમ્પ

Donald Trumpએ એક સૈન્ય અધિકારી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે અમેરિકન સૈનિકોને ઈરાની જહાજોને કબજે કરવાના બદલે તેને તોડી પાડીને દરિયામાં ડૂબાડવામાં વધુ મજા આવે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ જ્યારે તેમણે અધિકારીને પૂછ્યું કે જહાજોને જપ્ત કેમ ન કરવામાં આવ્યા, ત્યારે જવાબ મળ્યો કે તેમને ડૂબાડવું વધુ સુરક્ષિત છે. આ નિવેદનને લઈને વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ છે.

ઈરાનની નેવી અને એરફોર્સ ખતમ હોવાનો દાવો

ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે Iranની નેવી અને એરફોર્સ લગભગ નષ્ટ થઈ ગઈ છે અને યુદ્ધ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. જોકે, તેમના નિવેદનમાં થોડો વિરોધાભાસ પણ જોવા મળ્યો હતો. એક તરફ તેઓએ યુદ્ધ અંત તરફ હોવાનું કહ્યું, જ્યારે બીજી તરફ તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઈરાન સંપૂર્ણપણે પરાજિત ન થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.

IRGCનો અમેરિકાને કડક જવાબ

બીજી તરફ, ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન Islamic Revolutionary Guard Corps (IRGC)એ ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા છે. IRGCએ નિવેદન આપ્યું કે યુદ્ધનો અંત ક્યારે આવશે તે તેઓ નક્કી કરશે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો United States અને Israelના હુમલા ચાલુ રહેશે તો આ વિસ્તારમાંથી એક લિટર તેલ પણ બહાર જવા નહીં દેવામાં આવે. આ ચેતવણી બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અવરજવર લગભગ બંધ

વર્તમાન સંઘર્ષને કારણે વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક Strait of Hormuz પર જહાજોની અવરજવર ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠામાંથી લગભગ 20 ટકા હિસ્સો આ માર્ગથી પસાર થાય છે. છેલ્લા એક અઠવાડિયાથી ઘણા તેલ ટેન્કરો આ વિસ્તારમાં અટવાઈ ગયા છે. ગલ્ફ દેશોમાં સ્ટોરેજ ક્ષમતા ભરાઈ જવાથી કેટલાક સ્થળોએ તેલનું ઉત્પાદન પણ અટકાવવાની ફરજ પડી છે.

સંઘર્ષ વધુ વકરવાની ભીતિ

માહિતી મુજબ 28 ફેબ્રુઆરીથી United States અને Israelના સંયુક્ત હુમલા બાદ આ સંઘર્ષ વધુ વકર્યો છે. Israelનું મુખ્ય લક્ષ્ય Iranના શાસનમાં ફેરફાર લાવવાનું હોવાનું માનવામાં આવે છે, જ્યારે United States ઈરાનના મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને નષ્ટ કરવા માંગે છે.

ટ્રમ્પના આ વિવાદાસ્પદ નિવેદનો અને યુદ્ધ દરમિયાન તેમના પ્રતિક્રિયાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સવાલો ઉભા થયા છે. નિષ્ણાતો માને છે કે મધ્ય પૂર્વમાં વધતા તણાવથી વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર લાંબા ગાળાનો પ્રભાવ પડી શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.