Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

દેશભરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બની લોકોની પહેલી પસંદ, જાણો શું છે કારણ

દેશભરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બની લોકોની પહેલી પસંદ, જાણો શું છે કારણ

ભારતીય રેલવેએ દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. આ આધુનિક અર્ધ હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) એ ‘આત્મનિર્ભર ભારત’નું ઉત્તમ પ્રતીક અને ઉદાહરણ છે. અને ભારતીય રેલ્વે માટે બહેતર ડિઝાઇન, આંતરિક અને ગતિના માપદંડો પર ભારતીય રેલવે આગળ વધેલા મુખ્ય પગલાઓમાંનુ એક છે, જે મુસાફરોને મુસાફરીનો સુખદ અનુભવ પ્રદાન કરે છે.

તેથી જ વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આ ટ્રેનો લગભગ ફૂલ ચાલી રહી છે. જે એ જ બતાવે છે કે આ ટ્રેન લોકોની પહેલી પસંદ પણ બની રહી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેમાં 4 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. એક મુંબઈ-ગાંધીનગર કેપિટલ, બીજી અમદાવાદ-જામનગર, ત્રીજી અમદાવાદ (સાબરમતી)-જોધપુર અને ચોથી ઈન્દોર-ભોપાલ-નાગપુરમાં ચાલી રહી છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો આર્થિક એકીકરણના પ્રમાણપત્ર તરીકે ઊભરી આવી છે, જે સુરત, અમદાવાદ, મુંબઇ જેવા મુખ્ય હબ તેમજ વલસાડ, સાણંદ, વાપી, નાગપુર, જામનગરના ઔદ્યોગિક શહેરોને ઝડપી અને કુશળ કનેક્ટિવિટી પણ પૂરી પાડે છે. સાથે જ મુસાફરો રૂટમાં સુંદર કુદરતી દ્રશ્યોનો આનંદ પણ માણી શકે છે. આબુ રોડ, જોધપુર જેવા પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળો અને ઈન્દોર, સાબરમતી, ઉજજૈન અને પાલનપુર જેવા ધાર્મિક સ્થળોને પણ જોડે છે. જેથી કુદરતી સૌંદર્ય ની પણ મજા માણી શકાય છે.

વધુ માહિતી આપતા સુમિત ઠાકુરે પણ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેની મુંબઈ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 30 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ કરવામાં આવી. જે મુંબઈ અને ગુજરાતને જોડે છે અને તે માર્ગમાં સાત જિલ્લાઓને આવરી લે છે. જેમાં ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, વાપી અને અમદાવાદ સ્ટેશનો પર રોકાય છે.

130% થી વધુની સરેરાશ ઓક્યુપેન્સી સાથે આ ટ્રેન મુસાફરોમાં ઝડપથી લોકપ્રિય બની ગઈ છે. આ ટ્રેનની માગ તમામ વયમાં ખૂબ જ વધારે છે, જ્યાં ખાસ કરીને 31 થી 45 વર્ષની વયજૂથના મુસાફરોની સંખ્યા 33% થી વધુ છે, ત્યાર બાદ 46થી 60 વર્ષની વય જૂથના મુસાફરોની સંખ્યા 25% થી વધુ છે. જ્યારે 15 થી 30 વર્ષની વય જૂથના મુસાફરોની સંખ્યા લગભગ 24% છે. તો વરિષ્ઠ નાગરિકો લગભગ 14% છે. ઉપરાંત આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં સરળતાને કારણે મહિલા મુસાફરો વંદે ભારત ટ્રેનને મહત્તમ પસંદ કરી રહ્યા છે.

તેવી જ રીતે પશ્ચિમ રેલવેની અમદાવાદ – જામનગર, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર-નાગપુર વંદે ભારત ટ્રેનોને પણ 25 થી 45 વર્ષના લોકો સહિત વિવિધ પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.