Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

કાબુલથી દિલ્હી પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છુપાયેલો 13 વર્ષીય અફઘાન બાળ પકડાયો, CISFએ પરત મોકલ્યો

કાબુલથી દિલ્હી પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છુપાયેલો 13 વર્ષીય અફઘાન બાળ પકડાયો, CISFએ પરત મોકલ્યો

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ 3) પર રવિવારે એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કાબુલથી દિલ્હી આવતી કામ એરલાઇન્સની ફ્લાઈટ (RQ 4401, એરબસ A-340, 345 સીટર)માં એક 13 વર્ષીય અફઘાન યુવક પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને પહોંચ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક ફ્લાઇટના પાછળના વ્હીલની ખાલી જગ્યામાં બેસીને 1034 કિમી (638 નોટિકલ માઇલ) લાંબી મુસાફરી કરી, હવામાં દોઢ કલાકથી 35 હજાર ફૂટની ઊંચાઈએ રહી છતાં જીવિત રહી. આ કિસ્સાની ગંભીરતા એ છે કે બાળક ડોક્યુમેન્ટ વિના આવ્યો હતો અને પેસેન્જર મેનિફેસ્ટમાં તેનો નામ નોંધાયેલ જ નહોતું.

સીઆઈએસએફના કર્મચારીઓએ રન-વે પરથી યુવકને પકડીને સુરક્ષિત રીતે દિલ્હી પોલીસે હવાલે કર્યો છે. હાલમાં સુરક્ષા એજન્સીઓએ તેના ઈરાદા અને મુસાફરીની વિગતો જાણવા માટે પુછપરછ શરૂ કરી છે. એરપોર્ટના વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે કે કામ એરલાઇન્સ દ્વારા યુવકની ઓળખ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એ વિશે કોઈ પુષ્ટિ મેળવી શકાયલી નથી.

આ ઘટનાએ એરપોર્ટ સિક્યુરિટી અને આંતરરાષ્ટ્રીય એરલાઇન ઓપરેશન્સ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, કારણ કે 13 વર્ષીય બાળકે ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને સલામત રીતે અંતિમ ગંતવ્ય પર પહોંચવું એ અસાધારણ અને જોખમી છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં તેનું ઓળખાણ, પરિવારો સાથે સંપર્ક અને મુસાફરીના ઇરાદા અંગે તપાસ કરી રહી છે. આ બનાવથી હવાઈયાત સલામતી પ્રણાલીઓની અસરકારકતા અને પ્લેનમાં સફરની સુરક્ષા સંબંધિત વિવિધ પગલાંને ફરીથી ચકાસવાની આવશ્યકતા દેખાઇ રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.