અમેરિકાના ન્યાય વિભાગ (DOJ)એ કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેફ્રી એપ્સ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. ‘એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ હેઠળ જાહેર કરાયેલા આ દસ્તાવેજોમાં અમેરિકાનાપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પૉપ આઇકન માઈકલ જેક્સન, બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ, અબજોપતિ રિચર્ડ બ્રેન્સન સહિત અનેક વૈશ્વિક હસ્તીઓના નામો અને તસવીરો સામે આવ્યા છે. કુલ ચાર સેટમાં જાહેર કરાયેલી આ ફાઇલ્સમાં 3 લાખથી વધુ દસ્તાવેજો અને અંદાજે 3,500થી વધુ ફાઇલો સામેલ છે, જેમાં કોર્ટ રેકોર્ડ, ન્યાય વિભાગના ખુલાસા, FOIA હેઠળ મળેલી માહિતી અને ઓવરસાઈટ કમિટીના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
જાહેર કરાયેલા દસ્તાવેજોમાં કેટલીક તસવીરો અગાઉ ક્યારેય સામે આવી નહોતી, જોકે પીડિતોની ઓળખ સુરક્ષિત રાખવા અને સંવેદનશીલ વિગતો છુપાવવા માટે ઘણા દસ્તાવેજો ભારે રીતે ‘રેડેક્ટ’ (કાળી શાહીથી ઢાંકવામાં) કરવામાં આવ્યા છે. એક તસવીરમાં બિલ ક્લિન્ટન, એપ્સ્ટીનની સાથી ઘિસ્લેન મેક્સવેલ સાથે હોટ ટબમાં દેખાય છે, જ્યારે બીજી તસવીરમાં માઈકલ જેક્સન એપ્સ્ટીન સાથે નગ્ન મહિલાની પેઇન્ટિંગ સામે ઉભેલા જોવા મળે છે. એપ્સ્ટીનના રૂમમાં પોપ જોન પોલ દ્વિતીયની તસવીર હોવાની માહિતી પણ સામે આવી છે.
BREAKING: There are thousands of Epstein files out there.
Tons of photos show Bill Clinton with alleged victims and other women, plus Chris Tucker, Michael Jackson, Mick Jagger, Kevin Spacey, and plenty of other high-profile names.
Just sharing a few pics/vid for now. I’ll be… pic.twitter.com/hVqLGUdjhg
— Ape𝕏 (@CubanOnlyTrump) December 20, 2025
આ ખુલાસાઓ વચ્ચે એપ્સ્ટીન કેસની પીડિતાઓએ ન્યાય વિભાગ પર ગંભીર આરોપો લગાવ્યા છે કે અધૂરી અને સંપાદિત માહિતી જાહેર કરીને તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. એક પીડિતાએ એવો દાવો પણ કર્યો છે કે 2020માં દાખલ થયેલા એક સિવિલ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ઉલ્લેખાયું હતું. તેણીના કહેવા મુજબ, તે 13 વર્ષની હતી ત્યારે એપ્સ્ટીન અને તેની ગર્લફ્રેન્ડે તેની ભરતી કરી હતી અને 1994માં તેની મુલાકાત ટ્રમ્પ સાથે કરાવી હતી. જોકે આ મામલે ટ્રમ્પ સામે કોઈ ગુનાહિત કેસ નોંધાયો નથી.
There are THOUSANDS of EPSTEIN FILES.
There are numerous Bill Clinton photos with numerous alleged victims and women, Chris Tucker, Michael Jackson, Mick Jagger, Kevin Spacey, and many more VIPs.
These are just a few pics and files. I will be combing through the files and… pic.twitter.com/mdIOOYbx1L
— The SCIF (@TheSCIF) December 19, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં પસાર થયેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા બાદ 19 ડિસેમ્બર સુધીમાં એપ્સ્ટીન સંબંધિત તમામ મહત્વની માહિતી જાહેર કરવી ફરજિયાત બની હતી. ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ તો માત્ર શરૂઆત છે અને આગામી અઠવાડિયામાં વધુ દસ્તાવેજો જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે 2019માં જેફ્રી એપ્સ્ટીન જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જેને સત્તાવાર રીતે આત્મહત્યા ગણાવવામાં આવી હતી, પરંતુ તેના મૃત્યુને લઈને શંકાઓ આજે પણ યથાવત છે. હવે આ ફાઇલ્સના ખુલાસાથી અમેરિકાના શક્તિશાળી વર્તુળોમાં ચાલતા અનૈતિક સંબંધો પર પડદો ઊઠતો જોવા મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel