ચૂંટણી પંચે વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમિલનાડુ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં આશરે 1 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અર્ચના પટનાયકના જણાવ્યા અનુસાર, નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 5 કરોડ 43 લાખ 36 હજાર 755 મતદારો નોંધાયેલા છે, જેમાં 2.66 કરોડ મહિલાઓ અને 2.77 કરોડ પુરુષો સામેલ છે. SIR પહેલાં તમિલનાડુમાં કુલ લગભગ 6.41 કરોડ મતદારો નોંધાયેલા હતા, પરંતુ સુધારણા પ્રક્રિયા બાદ 97 લાખ 37 હજાર 832 મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
#WATCH | Chennai: Archana Patnaik, Chief Electoral Officer of Tamil Nadu, says, "Today in our draft electoral roll we have 5,43,76,755 electors. Women are 2,77,6332, men are 2,66,63,233, third gender, 7,191. PWDs, that is, persons with disabilities, 4,19,355."
On the SIR… pic.twitter.com/r3kEqKT4Ro
— ANI (@ANI) December 19, 2025
ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, દૂર કરાયેલા મતદારોમાં 26.94 લાખ લોકોનું અવસાન થઈ ચૂક્યું હતું, જ્યારે 66.44 લાખ મતદારો એવા હતા જેઓ તમિલનાડુ છોડીને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયા હતા. આ ઉપરાંત 3,39,278 ડુપ્લિકેટ એન્ટ્રીઓ પણ સામે આવી, એટલે કે આવા મતદારો એકથી વધુ સ્થળોએ નોંધાયેલા હતા. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થળાંતર કરેલા મતદારોની સંખ્યા 66,44,881 હતી અને ઘરે-ઘરે ચકાસણીના ત્રણ રાઉન્ડ બાદ પણ તેઓ તેમના નોંધાયેલા સરનામાં પર મળી આવ્યા ન હતા, જેના કારણે તેમના નામો યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા.
2026ની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં તમિલનાડુમાં રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની ગઈ છે. આ વચ્ચે DMKએ ચૂંટણી તૈયારીના ભાગરૂપે “માય બૂથ, વિનિંગ બૂથ” અભિયાન શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યના 68,463 મતદાન મથકો પર બૂથ સમિતિઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય આશરે 6.8 લાખ બૂથ સમિતિ સભ્યોને સક્રિય કરીને બૂથ સ્તરે સંગઠનને મજબૂત કરવાનો અને મતદાર યાદી સુધારણામાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.
આ સાથે સાથે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ માટે પણ નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં કુલ 58.20 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા છે. અગાઉ 16 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, લક્ષદ્વીપ અને પુડુચેરી માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ બહાર પાડવામાં આવી હતી. રાજસ્થાનમાં પણ આ પ્રક્રિયા દરમિયાન લગભગ 44 લાખ મતદારોના નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના આ પગલાંને મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel