છત્તીસગઢમાં માઓવાદી હિંસા સામેની લડતમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે 2026ના માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય સરકારોએ તેમની કામગીરીને વધુ કડક બનાવી છે. કેન્દ્રની ‘ઝીરો-ટોલરન્સ’ નિતિ, સતત સુરક્ષા ઓપરેશન્સ, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને નક્સલી સંગઠનો સાથેની વાટાઘાટોના દરવાજા બંધ કર્યા બાદ, માઓવાદી સંગઠનોમાં ભારે ભય અને નિરાશાનો માહોલ સર્જાયો છે. પરિણામે, નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં હવે સતત આત્મસમર્પણની લહેર જોવા મળી રહી છે. તે જનો એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે — છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 26 નવેમ્બરે એકસાથે 41 નક્સલીઓ દ્વારા આત્મસમર્પણ.
આ આત્મસમર્પિત નક્સલીઓમાં ઘણી મોટી માંગવાળા ઇનામી કેડરો સામેલ છે. કુલ 41માંથી 32 નક્સલીઓ પર લગભગ ₹1.19 કરોડનું ઇનામ જાહેર હતું. આ તમામ માઓવાદીઓ દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી, તેલંગાણા સ્ટેટ કમિટી અને ધમતારી–ગરિયાબંદ–નુઆપડ ડિવિઝન જેવા કોર નક્સલી સંગઠનોમાં સક્રિય હતા.
સૌથી વધુ ઇનામી કેડરોમાં પાંડરુ હાપકા ઉર્ફે મોહન, તેની પત્ની બંડી હાપકા, લક્કુ કોરસા, બદ્રુ પુનમ, સુખરામ હેમલા અને મંજુલા હેમલા સહિતના 9 નક્સલીઓ પર ₹8-₹8 લાખ, જ્યારે અન્ય ત્રણ પર ₹5 લાખ, 12 પર ₹2 લાખ અને 8 નક્સલીઓ પર ₹1 લાખનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનારા દરેક નક્સલીને સરકારની નીતિ મુજબ તાત્કાલિક ₹50,000નું પ્રોત્સાહન અને સમાજમાં પુનર્વસન માટે વિશેષ યોજનાઓનો લાભ આપવામાં આવશે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માઓવાદીઓએ બંધારણ અને લોકશાહી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને હવે શસ્ત્ર માર્ગ છોડીને સન્માનજનક જીવન જીવવાનો નિશ્ચય કર્યો છે. સુરક્ષા દળોના સતત દબાણ, જંગલોમાં ઉજાગર થતી નેટવર્ક તોડવા માટેનાં ઓપરેશન્સ, વિકાસ અને કલ્યાણ યોજનાઓ તથા લોકો સાથે વધતા વિશ્વાસના કારણે નક્સલવાદ ઝડપથી કમજોર થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારની નીતિઓએ છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર પરિણામ આપ્યા છે. ઓપઇન્ડિયાને મળેલી RTI માહિતી મુજબ, મે 2014થી અત્યાર સુધી 8,751 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે અને 1,801 નક્સલી માર્યા ગયા છે. માત્ર 2023થી સપ્ટેમ્બર 2025 વચ્ચે જ 1,887થી વધુ આત્મસમર્પણ થયા છે અને 493 નક્સલીઓ સુરક્ષા અભિયાનમાં માર્યા ગયા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નક્સલવાદ હવે તેના અંતિમ પડાવ પર છે અને આવતા વર્ષોમાં આ ખતરાને પૂરેપૂરો ખતમ કરવાની દિશામાં સરકાર સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel