સફળ પરીક્ષણ બાદ તેને સેનાના જવાનો સુધી પહોંચાડવાની મંજૂરી અપાઈ છે.સેનાએ આ રાઈફલનું નામ ‘શેર AK-203’ રાખવામાં આવ્યું છે.સરહદ પર તૈનાત સૈનિકોને ઈન્સાસ રાઇફલની જગ્યાએ ‘શેરAK-203’ રાઇફલ અપાશે. સેનાએ આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ મૂક્યો છે. વીડિયોમાં એને એસેમ્બલી લાઇનમાંથી નીકળી ખૂબ જ ખરાબ વાતાવરણ છતાં ચૂક્યા વગર ફાયરિંગ કરતાં બતાવવામાં આવ્યુ છે. મહત્વની વાત તો એ છે કે શરૂઆતમાં માત્ર 5% જ સ્થાનિક વસ્તુઓથી બનતી રાઇફલ હવે 70% ભારતીય સ્ટીલથી બની રહી છે.
ઉતરપ્રદેશ ના અમેઠીમાં ભારત-રશિયાના સંયુક્ત ઉપક્રમે ઈન્ડો-રશિયા રાઈફલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિતઆ ફેક્ટરી 8.5એકરમાં ફેલાયેલી છે. જેમાં ભારતનો 50.5% ભાગ છે. કંપનીએ જાહેરાત કરી છેકે ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણપણે સ્વદેશી ઉત્પાદનો તૈયાર કરાશે.
નવી AK-203 જૂની INSAS રાઇફલનું સ્થાન લેશે
જેસલમેરમાં સરહદ પર સ્વદેશી સ્ટીલમાંથી બનેલી ‘શેર AK-203’નું સફળ પરીક્ષણ બાદ આ નવી રાઇફલ ધીમે ધીમે ભારતીય સેનામાં દાયકાઓથી ઉપયોગમાં લેવાતી ઈન્સાસ રાઇફલ સિસ્ટમનું સ્થાન લેશે. અત્યાર સુધી ઈન્સાસ એ 5.56 mm કેલિબર ગોળીનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ‘શેર’ વધુ શક્તિશાળી અને અસરકારક 7.62 mm કેલિબર બુલેટનો ઉપયોગ કરે છે. AK-203 શેરનો ફાયરિંગ રેટ પ્રતિ મિનિટ આશરે 700 રાઉન્ડ અને અસરકારક રેન્જ આશરે 800 મીટર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel