દેશના લગભગ 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. 8th Pay Commissionએ હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી છે અને વિવિધ રાજ્યોમાં કર્મચારી સંગઠનો સાથે બેઠકો યોજી રહી છે.
તાજેતરમાં ઉત્તરાખંડમાં બેઠક પૂર્ણ કર્યા બાદ હવે 28થી 30 એપ્રિલ દરમિયાન નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ત્યારબાદ મે મહિનામાં મહારાષ્ટ્રના સંગઠનો પાસેથી પ્રતિસાદ લેવામાં આવશે.
બેઝિક પેમાં મસમોટો વધારો શક્ય
કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચ National Council-Joint Consultative Machinery (NC-JCM) દ્વારા સરકાર સમક્ષ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.833 કરવાની માંગ કરવામાં આવી છે.
જો આ માંગ સ્વીકારવામાં આવશે, તો હાલનો લઘુત્તમ બેઝિક પે ₹18,000થી વધીને ₹69,000 સુધી પહોંચી શકે છે, જે કર્મચારીઓ માટે મોટો આર્થિક લાભ સાબિત થઈ શકે છે.
DA, HRA અને અન્ય ભથ્થાઓમાં પણ ફેરફાર
મોંઘવારી ભથ્થું (DA) ગણતરી માટે છેલ્લા 12 મહિનાની સરેરાશને આધાર બનાવવાનો પ્રસ્તાવ પણ ચર્ચામાં છે.
આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) સહિતના અન્ય ભથ્થાઓ અને સેવા શરતોની પણ વ્યાપક સમીક્ષા ચાલી રહી છે.
પરિવાર માપદંડમાં ફેરફારની માંગ
હાલમાં ભથ્થા માટે 3 યુનિટના પરિવારને ધોરણ માનવામાં આવે છે, પરંતુ હવે 5 યુનિટના પરિવારને ધોરણ બનાવવાની માંગ ઉઠી છે. આ ફેરફાર લાગુ થાય તો કર્મચારીઓને વધુ લાભ મળી શકે છે.
રિપોર્ટ બાદ અંતિમ નિર્ણય
સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં રચાયેલા આ પંચને 18 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવાનો છે. આ રિપોર્ટના આધારે જ નવા પગાર ધોરણો લાગુ કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel