Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

મણિપુરમાં મ્યાનમારથી 900 આતંકવાદી ઘૂસ્યાં, ગુપ્તચર અહેવાલથી સરકારનું ટેન્શન વધ્યું

મણિપુરમાં મ્યાનમારથી 900 આતંકવાદી ઘૂસ્યાં, ગુપ્તચર અહેવાલથી સરકારનું ટેન્શન વધ્યું

મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા હોવાના મોટા અહેવાલે સરકારની ચિંતા વધારી દીધી છે. આ આતંકવાદીઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હોવાની પણ ચર્ચા છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો.

મણિપુરમાં હાઈએલર્ટ

મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે પણ ગુપ્તચર વિભાગના દાવા સાથે સહમતિ દર્શાવી હતી. આતંકવાદીઓના ખતરાને જોતા સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. મ્યાનમારને અડીને આવેલા પહાડી વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

તમામ સુરક્ષા બેડાના અધિકારીઓને એલર્ટ કરાયા 

ઉલ્લેખનીય છે કે આ કુકી સમુદાયનો પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. માહિતી મુજબ મ્યાનમારમાં ઘૂસેલા આતંકીઓ ડ્રોન ચલાવવામાં પણ નિષ્ણાત છે. ગુપ્તચર વિભાગનો રિપોર્ટ રાજ્યના તમામ એસપી અને પોલીસ અધિકારીઓને મોકલી દેવામાં આવ્યો છે.

મણિપુરને ફરી હિંસામાં હોમવાની તૈયારી 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આતંકવાદીઓ 30-30ના સમૂહમાં રાજ્યભરમાં ફેલાવવા માંગે છે. આ આતંકવાદીઓ મૈતેઈ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે. રિપોર્ટ અંગે કુલદીપ સિંહે કહ્યું છે કે આ 100 ટકા સાચો અહેવાલ છે. 1 સપ્ટેમ્બરથી મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.