Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

અલ્કા યાજ્ઞિકને સંભળાવવાનું બંધ થઇ જતા ફેન્સ દુ:ખી, કહ્યું ‘હવે મને દુઆઓમાં યાદ રાખજો’

અલ્કા યાજ્ઞિકને સંભળાવવાનું બંધ થઇ જતા ફેન્સ દુ:ખી, કહ્યું ‘હવે મને દુઆઓમાં યાદ રાખજો’

બૉલીવુડની પીઢ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકને કોણ નથી ઓળખતું..? 90આ ને 2000ના દાયકામાં લગભગ લોકોએ અલ્કા યાજ્ઞિક ગીતો સાંભળ્યા હશે અને લોકો આજે પણ એમના ગીતો સાંભળતા રહે છે. એવામાં હાલ સિંગરે એમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેને જોઈને ચાહકો ચિંતિત થઈ ગયા છે.

અવારનવાર હેડલાઈન્સમાં રહેતી અલ્કા આજે પોતાની બગડતી તબિયતના કારણે સમાચારોમાં આવી ગઈ છે. વાત એમ છે કે તેને સંભળાવવાનું બંધ થઈ ગયું છે અને આ સમાચારથી તેના ચાહકો ચિંતાતુર બની ગયા છે.ઘણા લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનાર સિંગર અલકા યાજ્ઞિક એક રેર ન્યુરો સમસ્યાથી પીડિત છે અને આ માહિતી શેર કરતી વખતે અલ્કાએ કહ્યું કે ‘હવે તે સાંભળી શકતી નથી.’

અલ્કા યાજ્ઞિકે ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણીને એક દુર્લભ રોગ હોવાનું સામે આવ્યું છે અને આ કારણે તેને હવે સંભળાવવાનું બંધ થઈ ગયું છે. આ જ કારણ હતું કે તે લાંબા સમયથી કોઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હતી.

અલ્કાએ વધુમાં કહ્યું, ‘મારા ડૉક્ટરોએ આ હોવાનું નિદાન કર્યું છે અને એમના પ્રમાણે આ એક વાયરલ અટેકને કારણે થાય છે. મારા જીવનમાં અચાનક આવેલા આ મોટા આંચકાએ મને ચોંકાવી દીધી છે અને હાલ હું તેને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું અને તે દરમિયાન મને બસ તમારી દુઆઓમાં યાદ રાખજો.’

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.