Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

કપડવંજમાં ખેડાના સાંસદ દ્વારા મતદાતા અભિવાદન સમારોહ યોજાયો

કપડવંજમાં ખેડાના સાંસદ દ્વારા મતદાતા અભિવાદન સમારોહ યોજાયો

ખેડા લોકસભામાં ભાજપના ભવ્ય વિજય બદલ મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે કપડવંજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા “મતદાતા અભિવાદન સમારોહ” ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, પૂર્વ ધારાસભ્યો મણીભાઈ પટેલ, કનુભાઈ ડાભી, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલની ઉપસ્થિતિમાં અત્રેના એપીએમસી કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સતત ત્રીજી વખત ખેડા લોકસભા બેઠક પર જંગી સરસાઈ સાથે વિજય અપાવવા બદલ મતદારો, કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં પણ વિકાસની વણથંભી વણઝાર ચાલુ રહેવાની છે. જેમાં કપડવંજ અને કઠલાલ વિસ્તારને પણ એનો લાભ મળશે. વધુમાં તેઓએ કોંગ્રેસે અનેકવાર લોકશાહીની હત્યા અને બંધારણનું અપમાન કર્યું હોવાનું જણાવી કોંગ્રેસના જૂઠાણાં અને અપપ્રચારને સૌએ સમજી સચેત રહેવા જણાવ્યું હતું.
વધુમાં તેઓએ આગામી ખેડા જિલ્લા પંચાયત અને કપડવંજ – કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌને તૈયારીમાં લાગી જવા માટે અનુરોધ કરી જિલ્લા – તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો જ લહેરાશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રાજેશ ઝાલા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, કનુભાઈ ડાભી,ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધનો કર્યા હતાં.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ,કઠલાલ નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ, એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશ પટેલ,દશરથભાઈ પટેલ, ગોપાલ શાહ, ગણપત રાઠોડ, નરેન્દ્ર પટેલ, બીપીનભાઈ પટેલ સહિત કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુપસિંહ પરમારે કર્યું હતું.

 

 

રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.