Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

ભારતમા વીજળી પડી તો અંતરિક્ષમાંથી એસ્ટ્રોનૉટે કેપ્ચર કરી ઝલક, તસવીરોમાં જુઓ અદભૂત નજારો

ભારતમા વીજળી પડી તો અંતરિક્ષમાંથી એસ્ટ્રોનૉટે કેપ્ચર કરી ઝલક, તસવીરોમાં જુઓ અદભૂત નજારો

નાસાના અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે અવકાશમાંથી ભારતની એક દુર્લભ તસવીર શેર કરી છે. આ ફોટામાં વીજળી પડવા પર અવકાશમાંથી ભારતનો નજારો કેવો દેખાય છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે 17 ઓગસ્ટના રોજ X પર ભારતનો એક દુર્લભ ફોટો શેર કર્યો હતો. આ તસવીર સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ તસવીરમાં વીજળીનો અનોખો ઝબકારો બતાવવામાં આવ્યો છે, જેની નીચે ભારતની ભૂમિ દેખાય છે. ફોટામાં કેટલાક બિંદુઓ દેખાઈ રહ્યા છે, તે ભારતના અલગ-અલગ શહેરો છે.

અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે એક્સ હેન્ડલ પર ફોટો શેર કર્યો અને લખ્યું, ‘ભારતમાં રાત્રે વીજળી ચમકતી હતી, ફોટોમાં પ્રકાશને કેપ્ચર કરવાનો પ્રયાસ કરતી વખતે મેં બર્સ્ટ મૉડનો ઉપયોગ કર્યો હતો. હું આશા રાખી રહ્યો હતો કે લાઇટ ફ્રેમમાં ટકરાય, મને બહુજ ખુશી થઇ જ્યારે વીજળીનો ઝટકો ફ્રેમની વચ્ચે આવ્યો. આ ફોટાને ક્રૉપ કરવાની જરૂર નથી. આ તસવીરના નીચેના મધ્યભાગમાં પાણીમાં ઉભેલી નાવડીમાંથી નીકળી રહેલી રોશનીને જોઇ શકો છો, જે પાતળી રેખાઓની જેમ દેખાઇ રહી છે. મેથ્યૂ ડૉમિનિકનો આ ફોટો એકદમ દુર્લભ માનવામાં આવે છે, જેમાં આપણા બ્રહ્માંડની સુંદરતા અને અજાયબીની ઝલક જોવા મળે છે.

સોશ્યલ મીડિયા યૂઝર્સે શું કહ્યું ? 

સોશિયલ મીડિયા યૂઝર્સ આ તસવીરને ખૂબ જ ખાસ અને રસપ્રદ ગણાવી રહ્યા છે. આ પોસ્ટ પર હજારો કૉમેન્ટ્સ આવી છે, જેમાં તસવીરની ચર્ચા કરવામાં આવી છે. આ તસવીર પર કૉમેન્ટ્સ પણ વાયરલ થઈ રહી છે. નાસા અવારનવાર આવી તસવીરો શેર કરે છે. લોકો નાસાની આ તસવીરને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.