સમુત્કર્ષ મલ્ટિપર્પઝ ટ્રસ્ટ સંચાલિત અને ભારત વિકાસ પરિષદ- મણિનગર શાખાના સહયોગથી “આંતરરાષ્ટ્રીય ફીઝીઓથેરાપી ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના મુખ્ય ફીઝીઓથેરાપીસ્ટ વિશાલ સોની અને વિધિબેન દ્વારા પસાસ થી વધુ દર્દીઓની નિ: શુલ્ક તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ સુબોધ ત્રિવેદી,ગીતેષ શેઠ, કાર્તિકેય ઠાકર,દિનેશ ઠાકર, નિલકંઠ આચાર્ય અને ભારત વિકાસ પરિષદ- મણિનગરનાં રજનીકાંત દરવાન, હેતલ શાહ તેમજ બાવીસ વર્ષ થી સંચાલન કરતા રમાકાંત ત્રિવેદી અને સંચાલક સુહાસ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.