Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

CJIના નિવાસસ્થાને ગણેશ પૂજામાં સામેલ થવા અંગે PM મોદીએ આપ્યો જવાબ, કહ્યું- ‘સત્તાના ભૂખ્યા લોકોને…’

CJIના નિવાસસ્થાને ગણેશ પૂજામાં સામેલ થવા અંગે PM મોદીએ આપ્યો જવાબ, કહ્યું- ‘સત્તાના ભૂખ્યા લોકોને…’

આજે ઓડિશાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ પૂજા વિવાદ અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. અહીં તેમણે ભૂવનેશ્વરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન ગણેશ પૂજા વિવાદને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

PM મોદીએ ગણેશ પૂજા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા મેં ગણપતિ પૂજામાં ભાગ લીધો તો, જેના કારણે કોંગ્રેસની ઈકોસિસ્ટમના લોકો પરેશાન અને ભડકેલા છે. સત્તાના ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડના નિવાસસ્થાને ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમના ભાગ લેવા મુદ્દે ઘણી ચર્ચા થઈ અને વિપક્ષોએ તેના પર જોરદાર નિશાન સાધ્યું હતું.

અંગ્રેજો ગણેશ ઉત્સવથી ચિઢાતા હતા : વડાપ્રધાન મોદી

તેમણે કહ્યું કે, ‘ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતા અંગ્રેજો ગણેશ ઉત્સવથી ચિઢાતા હતા. આજના સમયમાં પણ જે લોકો ભારતીય સમાજના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ગણેશ ઉત્સવથી ચિડાય છે. સત્તાના ભૂખ્યાં લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે.’

 

 

 

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.