Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

કરદાતાઓ માટે રાહતના સમાચાર, ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવાઈ

કરદાતાઓ માટે રાહતના સમાચાર, ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવાઈ

 ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ મુદત વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. આઇટીઆરની વેબસાઇટ પર ફાઇલિંગમાં સમસ્યાઓ નડી રહી હોવાની ફરિયાદો બાદ સીબીડીટીએ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત લંબાવી 7 ઑક્ટોબર કરી છે. જે અગાઉ 30 સપ્ટેમ્બર હતી.

સીબીડીટીએ નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતું કે, આકારણી વર્ષ 2024-25ના વર્ષ દરમિયાન ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો છે. કરદાતાઓ તેમને મળેલા વધારાના સાત દિવસનો લાભ લઈને ઑડિટ રિપોર્ટ ફાઇલ કરી દેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

 

આ લોકોને થશે ફાયદો

વ્યક્તિગત કરદાતાઓ, કંપનીઓ અને અન્ય તમામ કરદાતાઓ કે જેમણે તેમના રિટર્ન પર ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાનો છે, તે તમામને મુદત વધારાનો લાભ થશે. ઈ-ફાઇલિંગ પોર્ટલ પર રિટર્ન અને ઑડિટ રિપોર્ટ ફાઇલિંગમાં અડચણો નડતાં કેન્દ્રીય નાણા મંત્રી સમક્ષ અનેક ફરિયાદો કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લેતાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસે મુદતમાં વધારો કરી આપ્યો છે. આઇટીઆર વેબસાઇટ પર ટેક્નિકલ ખામી અને વધુ પડતાં ફાઇલિંગના કારણે લોડ વધી ગયો હતો. ખાસ કરીને ફોર્મ 10B/10BB અને અન્ય ફોર્મ ફાઇલિંગમાં અડચણો આવી રહી હતી. જેની ડેડલાઇન 7 નવેમ્બર, 2024 સુધી લંબાવવા માગ કરાઈ હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.