પોલીસે જેસીબી મશીનનો ઉપયોગ કરીને ખેડૂતોને ભગાડ્યા હતા. આ ખેડૂતો તેમની વિવિધ માંગણીઓ અંગે એક વર્ષથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા હતા. અગાઉ મોહાલીમાં કેન્દ્રીય પ્રતિનિધિમંડળને મળ્યા પછી પરત ફરતી વખતે સરવન સિંહ પંધેર અને જગજીત સિંહ દલેવાલની અટકાયત કરવામાં આવી હતી. પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ ખેડૂતોને વિરોધ સ્થળ પરથી દૂર કરવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે બે મુખ્ય ધોરીમાર્ગો બંધ થવાને કારણે ઉદ્યોગો અને વ્યવસાયોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
શંભુ અને ખાનૌરી બોર્ડર પર ખેડૂતોના તંબુઓ પર બુલડોઝર ચાલ્યું, પંજાબ પોલીસની કાર્યવાહી…












