સુરત જ્વેલરી ઉદ્યોગે આ નવા સંસદ ભવનને લઈને એક એવી પહેલ કરી છે કે દેશ-વિદેશમાં રહેતા લોકોના હાથમાં નવા સંસદ ભવનની જવેલરી (Jewelry)જોવા મળશે. સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે આ માટે નવા સંસદ ભવનના આકારના હિપહોપ જ્વેલરી બનાવી છે. પોતાની એક એક ડિઝાઇન થી વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં મુકી દેનાર સુરત જ્વેલરી ઉદ્યોગ એ હાલમાં જ નવા સંસદ ભવનના આકારની જ્વેલરી તૈયાર કરી છે.
જેમાં કાનની બુટ્ટી, રીંગ અને પેન્ડન્ટ સહિત કોટમાં લગાવવામાં આવનાર બ્રોચર તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર રિયલ ડાયમંડ સીવીડી ડાયમંડ સહિત અનેક રંગીન ડાયમંડ જોવા મળે છે.સુરત શહેર સીધું દિલ્લી જોડે સંકળાયેલ છે ત્યાં જ્વેલરીની ખાસિયત છે કે આ સંપૂર્ણ રીતે નવા સંસદ ભવનના ડિઝાઇન ના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે.
સુરતના અને એક જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાલ આ ડિઝાઇનની જ્વેલરી તૈયાર કરી રહ્યા છે. આ જ્વેલરી ની ડિમાન્ડ દેશ-વિદેશમાં જોવા પણ મળી રહી છે. જ નહીં જ્વેલર્સ દ્વારા ખાસ 3d પ્રિન્ટિંગ માં લોકેટ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તસ્વીર પણ છે અને તેની ઉપર ધી લેજેન્ડ લખવામાં આવ્યું છે. આ પેન્ડર્ડ હીરા જડિત છે અને અઢી ઇંચ નો છે.હાલ સુરત તમામ જ્વેલરી ઉદ્યોગકારોને અમે એક થીમ આપી છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી. આની પાછળનું કારણ છે કે કોઈ પણ જ્વેલરી બજારમાં આવે તેની ડિઝાઇન ટ્રાઈગ્નલ છે એટલે કે નવા સંસદ ભવન ની પ્રતિકૃતિ જેવું હોય. આ ટ્રેન્ડ લાવવા માટે અમે નિર્ણય લીધો હતો.