click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્પેનમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કટ્ટરપંથીએ ત્રણ નાગરિકો પર કર્યો હુમલો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્પેનમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કટ્ટરપંથીએ ત્રણ નાગરિકો પર કર્યો હુમલો
Gujarat

સ્પેનમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કટ્ટરપંથીએ ત્રણ નાગરિકો પર કર્યો હુમલો

સ્પેનની રાજધાની મેડ્રિડના પુએંતે દ વાયેકાસ વિસ્તારમાં એક 18 વર્ષીય શખ્સે છરાથી ત્રણ લોકો પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન તેણે ‘અલ્લાહુ અકબર’ના મજહબી નારા પણ લગાવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તેને ઠાર કરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે.

Last updated: 2025/11/25 at 6:21 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સ્પેનની રાજધાની મેડ્રિડના પુએંતે દ વાયેકાસ વિસ્તારમાં 22 નવેમ્બરના બપોરે થયેલી આ ઘટના ચોંકાવનારી છે અને પોલીસ તેને સંભવિત ઇસ્લામી આતંકવાદી હુમલા તરીકે તપાસી રહી છે. 18 વર્ષીય યુવકે અચાનક રસ્તા પર ત્રણ લોકો પર છરીથી હુમલો કર્યો હતો અને આ દરમિયાન ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા. હુમલામાં એક વૃદ્ધ મહિલા, એક પુરુષ અને લગભગ 40 વર્ષીય વ્યક્તિ ઘાયલ થયા હતા, જેમાં એકના છાતીમાં લગભગ બે ઇંચ ઊંડો ઘા થયો હતો. સદ્ભાગ્યે ત્રણેયની હાલત હાલ સ્થિર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

હુમલા પછી તે તરત જ પોતાના ફ્લેટમાં ભાગી ગયો અને દરવાજો લોક કરી અંદરથી છરી સાથે અત્યંત આક્રમક વર્તન કરતો રહ્યો. તેની હરકતો જોખમભરી દેખાતા તેની જ ભાઈએ પોલીસને કોલ કર્યો હતો. ઘટના ગંભીર હોવાથી સ્થાનિક પોલીસ ઉપરાંત સ્પેનની એન્ટી-ટેરર સિસ્ટમની ખાસ ટીમને તાત્કાલિક તહેનાત કરવામાં આવી હતી.

Suspected Moroccan #Jihadist Shot After Attempted Attack on Police Officers in #Vallecas, Madrid, #Spain
Read more: https://t.co/AhtYT8nCVe pic.twitter.com/UjQCrygItm

— TRACTerrorism (@TracTerrorism) November 24, 2025

સાંજે 4:30 વાગ્યે પોલીસએ તેનું ઘર બ્રિચ કરીને પ્રવેશ કર્યો. પહેલા તેને કાબૂમાં લેવા બે વખત ટેઝર ગનનો પ્રયત્ન કરાયો, પરંતુ તેનો કોઈ અસર ન થતા યુવક છરી લઈને પોલીસ પર હુમજો કરવા તોફાની રીતે ઝંપલાવ્યો. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા પોલીસે ચાર ગોળીઓ ફાયર કરી, જેમાં બે ગોળી તેને ગંભીર રીતે વાગી — એક ફેફસામાં અને એક કિડનીમાં. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

પોલીસ યુનિયન JUPOLએ નિવેદનમાં કહ્યું છે કે હુમલાખોર યુવક રેડિકલાઈઝ્ડ લાગતો હતો અને પોલીસે લોકોએ વધુ નુકસાન ન થાય તે હેતુસર પ્રમાણસર બળપ્રયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની હાલમાં આતંકવાદ વિરોધી શાખા દ્વારા તપાસ ચાલી રહી છે.

સ્પેનિશ મીડિયા મુજબ એ પણ અનુમાન છે કે હુમલાખોર ડ્રગ્સના નશામાં હોઈ શકે છે, પરંતુ તેની પુષ્ટિ હજુ બાકી છે. તપાસમાં હવે મુખ્ય રીતે બે દિશામાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે —

  • શું આ હુમલો રેડિકલ ઇસ્લામિક વિચારધારા પરથી પ્રેરિત આતંકવાદી હુમલો હતો?
  • કે હુમલાખોરનો માનસિક અથવા ડ્રગ્સને કારણે નિયંત્રણ ગુમાવવાનો કેસ હતો?

ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો છે અને સ્થળે વધારાની સુરક્ષા તહેનાત કરવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી

TAGGED: @india, Allahu Akbar, Breaking news, CM Gujarat, gujarat, gujarat cm, international news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Spain, three civilians, top news channel, topnews, topnewschannelinindia, અલ્લાહુ અકબર, કટ્ટરપંથીઓ, ત્રણ નાગરિકો, પુએંતે દ વાયેકાસ, પોલીસ યુનિયન JUPOL, રાજધાની મેડ્રિડ, રેડિકલાઈઝ્ડ, સ્પેન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
Next Article ધર્મધ્વજ : વસ્ત્રનો ટુકડો માત્ર નહીં, દેવત્વની ઉપસ્થિતિનો જીવંત સંદેશ હોય છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
Gujarat Kheda મે 5, 2026
ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત
Gujarat મે 5, 2026
ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના
Gujarat મે 5, 2026
સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’
Gujarat મે 5, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?