હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતા.
રેલીમાં જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર હાજર ન હોવા છતાં, કેટલાક લોકો દ્વારા “જિગ્નેશ મેવાણી હાય હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું.
મહાવીરનગર વિસ્તારમાં વિરોધ કરનાર મહિલાઓએ રેલી અટકાવી હતી અને રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો. તેમના સૂત્રોચ્ચાર અને વિરોધને કારણે ટ્રાફિકમાં પણ ખલેલ પહોંચ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ શહેરમાં રાજકીય ચર્ચા અને તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel