ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોનાં મોત થતા રાજ્યમાં શોક અને ગુસ્સાનો માહોલ છે, જ્યારે આ દુર્ઘટના બાદ ક્લબના માલિકો—સૌરભ લુથરા અને ગૌરવ લુથરા—પોલીસ તપાસથી બચવા દેશ છોડી ભાગી ગયાનું ખુલ્યું છે. ગોવા પોલીસે જણાવ્યું કે 7 ડિસેમ્બર ની મોડી રાત્રે આગ લાગ્યા પછી માત્ર થોડા જ કલાકોમાં, 8 ડિસેમ્બર ની વહેલી સવારે લુથરા ભાઈઓ ભારતમાં હાજર નહોતા.
ઇમિગ્રેશન રેકોર્ડ મુજબ તેઓ સવારે 5:30 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 દ્વારા દિલ્હીથી થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા હતા, જે તેમના ભાગવાની સ્પષ્ટ મન્સા દર્શાવે છે. ઘટનાથી તરત બાદ નોંધાયેલી FIR પછી પોલીસે તેમની ધરપકડ માટે દિલ્હી ખાતેના તેમના સરનામે દરોડા પણ પાડ્યા, પરંતુ બંને પહેલેથી જ દેશ છોડીને નીકળી ગયેલા.
ગોવા પોલીસની માંગ પર બ્યુરો ઓફ ઇમિગ્રેશને તેમના વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર (LOC) જારી કર્યું, પરંતુ તે LOC લાગુ પડે તે પહેલાં જ બંને વિદેશ ભાગી ચૂક્યા હતા. હવે ગોવા પોલીસ સીબીઆઈના ઇન્ટરપોલ વિભાગ સાથે સંકલન કરીને બંને આરોપીઓને પકડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરના પગલાં લઈ રહી છે. બંને વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા બ્લૂ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે, જેના આધારે તેમના ચોક્કસ સ્થાન અને ગતિવિધિઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાએ નાઇટક્લબની સુરક્ષા વ્યવસ્થા, પરવાનગી, કાયદા અમલ અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel