Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

CM ભૂપેન્દ્ર પટેલ પાલનપુરમાં ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ કરાવશે

CM ભૂપેન્દ્ર પટેલ પાલનપુરમાં ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં 11 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો રાજ્યસ્તરીય શુભારંભ બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ વિશાળ કાર્યક્રમનો હેતુ મહિલાઓના યોગદાનને પ્રોત્સાહિત કરવાનો, ઉજવણી કરવાનો અને તેમના પ્રયત્નો તથા સિદ્ધિઓને યોગ્ય મંચ આપવાનો છે. મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો અને મહિલા-આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ દ્વારા પાયાના સ્તરે થતા પરિવર્તનને વિશાળ પ્રમાણમાં પ્રદર્શિત કરીને લાખો મહિલાઓને પ્રેરણા મળે તેવું આ મેળાનું મુખ્ય ધ્યેય છે.

આ જિલ્લા-સ્તરીય મેળા દ્વારા મહિલા-આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણને ગતિ મળશે. મેળામાં સ્થાનિક હસ્તકલા, સ્વદેશી ઉત્પાદન, SHG ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે અને મહિલા-કેન્દ્રિત સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને આજીવિકા કાર્યક્રમો અંગે જાગૃતિ વધારવાનો વિશેષ ઉપક્રમ હાથ ધરાશે. લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ અને પ્રગતિશીલ મહિલા ખેડૂતોની સિદ્ધિઓને સન્માનિત કરીને તેઓને નવા બજારો, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ-નાણાકીય સશક્તિકરણ સાથે જોડવાની મોટી પહેલ હાથ ધરાશે.

આ સમગ્ર કાર્યક્રમ સુશાસન સપ્તાહ, હર ઘર સ્વદેશી ઝુંબેશ અને “વિકસિત ગુજરાત @ 2047” ના રોડમેપ સાથે સુસંગત છે. રાજ્યવ્યાપી મેળો મહિલા-આગેવાની હેઠળના સૂક્ષ્મ-ઉદ્યોગોની ક્ષમતા વધારશે, સ્વદેશી બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપશે, તેમજ જિલ્લા-આધારિત સશક્ત મહિલા નેતાઓ અને સિદ્ધિઓનું મજબૂત નેટવર્ક ઊભું કરશે.

મેળામાં વિશાળ “સ્વદેશી પ્રદર્શન પેવેલિયન” ઉભું કરવામાં આવશે, જેમાં મહિલા SHGs, મહિલા સ્ટાર્ટઅપ્સ, લખપતિ દીદીઓ અને મહિલા ખેડૂતોના ઉત્પાદનોના સ્ટોલ્સ હશે. મોટા જિલ્લાઓમાં 100 અને નાના જિલ્લાઓમાં 50 સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં હસ્તકલા, મિલેટ અને અન્ય સ્થાનિક ઉત્પાદનોના જીવંત પ્રદર્શન, વેચાણ કાઉન્ટર, B2B લિન્કેજ અને ઈ-કોમર્સ જોડાણ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તેમજ મહિલા માટેની યોજનાઓ, કૌશલ્ય વિકાસ, નાણાકીય સમાવેશ અને ડિજિટલ સાક્ષરતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

મેળામાં પ્રેરણાત્મક ટોક-શોનું પણ આયોજન થશે, જેમાં પ્રતિષ્ઠિત મહિલા રાજકીય નેતાઓ, વરિષ્ઠ મહિલા અમલદારો, સફળ મહિલા ઉદ્યોગસાહસિકો અને પ્રભાવકો સ્વદેશી ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને ડિજિટલ તકો અંગે માર્ગદર્શન આપશે. ઉપરાંત બાયર-સેલર મીટ, બેંક અને NBFC લિન્કેજ ડેસ્ક દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોને નવા બજારો અને ફંડિંગની તક પણ મળશે.

આ સમગ્ર પહેલ રાજ્યમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્વનિર્ભરતા માટે ઐતિહાસિક પગલું સાબિત થશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

Filed under Banaskantha Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.