સંસદના ચોમાસું સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ભારે હોબાળા અને વિરોધ વચ્ચે સરકાર દ્વારા રજૂ કરાયેલું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ એટલે કે ‘VB-G RAM G (જી રામ જી)’ બિલ પાસ કરવામાં આવ્યું હતું. બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલી MGNREGA યોજનાનું નામ બદલીને બાપુનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
વિપક્ષનું કહેવું છે કે આ નવા બિલ દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં કામના અધિકારને નબળું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ કાયદાને ગ્રામિણ ભારતના રોજગાર અધિકાર પર હુમલો ગણાવ્યો, જ્યારે સોનિયા ગાંધીએ પણ મકર દ્વાર પર વિપક્ષી સાંસદો સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. હોબાળાના માહોલ વચ્ચે કેટલાક સાંસદોએ ગૃહમાં બિલની નકલો ફાડી નાખી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
બીજી તરફ, કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારનો પક્ષ મજબૂત રીતે રજૂ કરતા કહ્યું કે NREGAમાં મહાત્મા ગાંધીનું નામ વર્ષ 2009માં રાજકીય ફાયદા માટે જોડવામાં આવ્યું હતું અને કોંગ્રેસ સરકારોએ વર્ષો સુધી માત્ર નેહરુ-ગાંધી પરિવારના નામે યોજનાઓ ચલાવી હતી. તેમણે ગૃહમાં આવી યોજનાઓની યાદી પણ રજૂ કરી હતી. સરકારનું કહેવું છે કે નવું ‘VB-G RAM G’ બિલ ગ્રામિણ રોજગાર અને આજીવિકા માટે વધુ મજબૂત માળખું આપશે અને ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે, જ્યારે વિપક્ષ તેને ઐતિહાસિક MGNREGA યોજનાને ધીમે ધીમે ખતમ કરવાનો પ્રયાસ ગણાવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel