અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમલમાં મૂકાયેલી નવી અને કડક ઇમિગ્રેશન નીતિઓના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ખાસ કરીને H-1B અને H-4 વિઝા ધરાવતા કર્મચારીઓ માટે વિઝા સ્ટેમ્પિંગનો વેઇટિંગ પિરિયડ ભારે વધી ગયો છે અને સાથે જ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગના કડક નિયમો લાગુ થતા સ્થિતિ વધુ જટિલ બની છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓ જેમ કે ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોનએ પોતાના કર્મચારીઓને કોઈપણ સંજોગોમાં અમેરિકા છોડીને વિદેશ ન જવાની સ્પષ્ટ સલાહ આપી છે. 15 ડિસેમ્બર 2025 બાદ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે H-1B અને H-4 વિઝા અરજદારો માટે ‘ઓનલાઈન હાજરી સમીક્ષા’, એટલે કે સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેકિંગ ફરજિયાત કરી છે, જે પ્રક્રિયા સમયખોર હોવાથી વિઝા એપોઇન્ટમેન્ટમાં 12 મહિના સુધીનો વિલંબ જોવા મળી રહ્યો છે. માઈક્રોસોફ્ટે કર્મચારીઓને વિદેશ યાત્રા સંપૂર્ણપણે ટાળવા કહ્યું છે, કારણ કે એપોઇન્ટમેન્ટ ફરી શેડ્યૂલ કરવાથી તેઓ મહિના સુધી અટવાઈ શકે છે.
WORLDWIDE ALERT FOR H-1B AND H-4 VISA APPLICANTS
Beginning December 15, the Department of State expanded online presence reviews to ALL H-1B and H-4 applicants as part of standard visa screening. This vetting is being conducted globally for ALL applicants of ALL nationalities… pic.twitter.com/qMrMrOvqy0
— U.S. Embassy India (@USAndIndia) December 22, 2025
એમેઝોને ડિસેમ્બર અંત અથવા જાન્યુઆરીમાં એપોઇન્ટમેન્ટ ધરાવતા કર્મચારીઓને અમેરિકા ન છોડવાની સલાહ આપી છે, કારણ કે વિદેશ જવાથી એપોઇન્ટમેન્ટ રદ થવાનો ખતરો છે. ગૂગલે પણ વધેલી માંગ અને કડક સ્ક્રીનિંગને કારણે વિદેશ પ્રવાસ ટાળવા જણાવ્યું છે, જ્યારે એપલે માન્ય H-1B સ્ટેમ્પ વિના વિદેશ મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે.
યુએસ એમ્બેસી ઈન્ડિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ તમામ રાષ્ટ્રીયતાઓના અરજદારો પર લાગુ પડે છે અને તેનો હેતુ H-1B પ્રોગ્રામના દુરુપયોગને રોકવાનો છે. આ સ્થિતિના કારણે ઘણા ભારતીય કર્મચારીઓ, જે રજાઓ માટે ભારત આવ્યા હતા, તેઓ હવે વિઝા સ્ટેમ્પિંગના અભાવે અમેરિકા પરત ફરી શકતા નથી. કેટલીક કંપનીઓ તેમને તાત્કાલિક રિમોટ વર્કની છૂટ આપી રહી છે, પરંતુ લાંબા ગાળે પ્રોજેક્ટ્સ અને કારકિર્દી પર ગંભીર અસર પડવાની ચિંતા વધી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel