ઈસરો 24 ડિસેમ્બર 2025ના રોજ ભારતના અવકાશ ઈતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરવા જઈ રહ્યું છે, જ્યારે બ્લુબર્ડ બ્લોક-2 મિશનનું લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M6 હેવી-લિફ્ટ રોકેટ દ્વારા કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ અમેરિકાની AST સ્પેસમોબાઇલ કંપનીના અદ્યતન બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટને લો અર્થ ઓર્બિટ (LEO)માં સફળતાપૂર્વક તહેનાત કરવાનો છે.
આ સેટેલાઇટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે મોબાઈલ ટાવર કે વિશેષ ઉપકરણો વિના સીધી અવકાશમાંથી સ્માર્ટફોનને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડશે. LVM3-M6 રોકેટ, જે 43.5 મીટર ઊંચો અને લગભગ 640 ટન વજન ધરાવે છે, ત્રણ તબક્કાવાળી શક્તિશાળી લોન્ચ સિસ્ટમ છે જેમાં સોલિડ બૂસ્ટર (S200), લિક્વિડ કોર સ્ટેજ (L110) અને ક્રાયોજેનિક અપર સ્ટેજ (C25)નો સમાવેશ થાય છે અને તે 4,200 કિલોગ્રામ સુધીના પેલોડને LEO અથવા GTOમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
⏳ 24 hours to go! #LVM3M6 is set to launch the BlueBird Block-2 spacecraft tomorrow from SDSC SHAR.
Final countdown begins. Stay tuned for live updates.
Launch on 24 Dec 2025 at 08:54 IST.
Youtube Livestreaming link:https://t.co/FMYCs31L3j
🗓️ 24 Dec 2025 | 🕗 08:24 IST… pic.twitter.com/tKoVu8rDUq
— ISRO (@isro) December 23, 2025
અગાઉ ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 અને વનવેબ જેવા મિશનોમાં પોતાની વિશ્વસનીયતા સાબિત કરી ચૂકેલો આ રોકેટ હવે આ ઐતિહાસિક કોમર્શિયલ મિશનને પણ નવી ઊંચાઈ આપશે. બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટ અત્યાર સુધીનો સૌથી મોટો કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઇટ માનવામાં આવે છે અને તે વિશ્વભરમાં, ખાસ કરીને દૂરદરાજ વિસ્તારોમાં, મોબાઈલ ઈન્ટરનેટના સ્વરૂપને સંપૂર્ણપણે બદલવાની ક્ષમતા ધરાવે છે.
આ મિશન ભારતના વાણિજ્યિક અવકાશ ક્ષેત્ર માટે પણ એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થશે અને દેશને અવકાશ-આધારિત સ્માર્ટફોન કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન અપાવશે. 24 ડિસેમ્બરે સવારે 8:54 વાગ્યે થનારો આ લોન્ચ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા જોવામાં આવશે અને તે માત્ર ઈસરોની ટેકનોલોજીકલ શક્તિનું પ્રદર્શન નહીં કરે, પરંતુ ભવિષ્યની અવકાશ-આધારિત બ્રોડબેન્ડ સેવાઓ માટે પણ દિશા નક્કી કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel