જમ્મુ અને કાશ્મીરમાં રમાયેલી એક સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વિવાદ ઊભો થયો છે, જ્યારે ક્રિકેટર ફુરકાન ભટે બેટિંગ દરમિયાન તેના હેલ્મેટ પર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવ્યો. આ ઘટના જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગમાં JK11 કિંગ્સ અને જમ્મુ ટ્રેઇલબ્લેઝર્સ વચ્ચે રમાતી મેચ દરમિયાન થઈ હતી અને કેમેરામાં કેદ થવાથી સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઇ ગઈ. હેલ્મેટ પર ઝંડો લગાવવાની તસ્વીર અને વીડિયો જોઈને સ્થાનિક લોકો અને મીડિયા વચ્ચે ચર્ચા શરૂ થઈ, જેના કારણે પોલીસને ક્રિકેટર અને ટુર્નામેન્ટના આયોજકને પૂછપરછ માટે બોલાવવી પડી.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ ખાનગી રીતે આયોજિત છે અને જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) સાથે કોઈ સંલગ્નતા નથી. JKCAએ પણ જાહેરાત કરી છે કે આ લીગ તેમની અધિકૃત લીગ નથી અને ફુરકાન ભટ તેમના સંચાલિત કે માન્ય સિસ્ટમ સાથે જોડાયેલો નથી. પોલીસ હવે આ ઘટનાની તપાસ કરી રહી છે, ઝંડો લગાવવાની મંજૂરી, ટુર્નામેન્ટના નિયમોનું પાલન અને તેની પાછળનો હેતુ તપાસવામાં આવશે. હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ઘટનાનો વૈશ્વિક પ્રત્યાઘાત પણ છે, કારણ કે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદ સતત ચર્ચામાં છે. અગાઉ પણ ભારતના કેટલાક ઇસ્લામી જૂથો દ્વારા પેલેસ્ટાઇનના ઝંડા લહેરાવવાના અને તેના પક્ષમાં સુત્રોચ્ચારના કિસ્સા સામે આવ્યા છે. હાલની તપાસ આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક સુરક્ષા અને સામાજિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ચાલુ છે, અને રાજકીય કે ધર્મીય હેતુઓને પણ જોઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel