9 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાંકરાપાર ગામના રહેવાસી બે ભાઈઓ — જય અને અવિ — કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ તેમને તરત ઓળખી લીધા, જેના કારણે કાર્યક્રમ વધુ યાદગાર બની ગયો.
ચાર વર્ષ જૂની મુલાકાત PM મોદીને યાદ રહી
જય અને અવિ સાથે વડાપ્રધાન મોદીની પ્રથમ મુલાકાત 2022માં નેત્રંગ ખાતે થઈ હતી. ત્યારે આ બંને ભાઈઓના જીવન સંઘર્ષ વિશે માહિતી ખજૂરભાઈના એક વીડિયો દ્વારા PM મોદીને મળી હતી. કાર્યક્રમ દરમિયાન બાળક જયએ પોતાનું નામ જણાવતાં જ વડાપ્રધાન મોદીએ તરત ‘જય અને અવિ’ કહીને તેમની સાથેની અગાઉની મુલાકાત યાદ કરી લીધી. મોદીએ હસતાં કહ્યું કે, “તમે ખૂબ મોટા થઈ ગયા છો,” જે સાંભળીને ત્યાં હાજર સૌ લોકો ભાવુક થઈ ગયા.
PM Modi remember everyone
Four years ago, he met Avi and Jay. Their parents had died six years earlier, leaving them to survive on their own from a very young age.
The moment he heard the name Jay, PM immediately remembered that he had met them earlier too. https://t.co/ukXoygb0aM pic.twitter.com/JhhL4TYroA
— Lala (@FabulasGuy) February 9, 2026
જીવન સંઘર્ષથી પ્રેરણાદાયક સફર
આ બંને બાળકોના માતા-પિતાનું લગભગ 10 વર્ષ પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું. છતાં સંઘર્ષ વચ્ચે તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું. 2022માં જય છઠ્ઠા ધોરણમાં અને અવિ નવમા ધોરણમાં ભણતા હતા. વડાપ્રધાન મોદીએ તે સમયે તેમની પરિસ્થિતિ જાણીને સહાયતા માટે પહેલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકો માટે ઘર બનાવવામાં આવ્યું, તેમજ ઘરમાં પંખો, કમ્પ્યુટર અને ટીવી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
PM મોદીએ યાદ કરી સંઘર્ષ અને સપનાઓની વાત
વડાપ્રધાને અગાઉ એક સભામાં આ બાળકોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “મારા બે આદિવાસી દીકરાઓ, જેમના મા-બાપ નથી, તેમનું જીવન સુધારવા માટે આપણે ચિંતા કરી.” તેમણે આગળ ઉમેર્યું કે જય કલેક્ટર બનવાનું સપનું જુએ છે જ્યારે અવિ એન્જિનિયર બનવા માંગે છે. જીવનની મુશ્કેલીઓ વચ્ચે મોટા સપનાઓ જોતા આ બાળકો દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે.
‘પરીક્ષા પે ચર્ચા’માં ફરી મળ્યા, બની ખાસ પળ
ચાર વર્ષ બાદ જ્યારે જય અને અવિ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા ત્યારે PM મોદીએ તેમને તરત ઓળખી લીધા. આ ક્ષણ સોશિયલ મીડિયા અને દર્શકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે. વડાપ્રધાનની યાદશક્તિ અને વિદ્યાર્થીઓ સાથેનો લાગણીસભર સંબંધ ફરી એકવાર લોકોને સ્પર્શી ગયો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel