ફારૂક અબ્દુલ્લા પર 11 માર્ચની રાત્રે ગોળીબાર કરવાનો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલા એક લગ્નપ્રસંગ દરમિયાન બન્યો હતો. માહિતી મુજબ, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા કાર્યક્રમમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક એક વ્યક્તિ પાછળથી આવીને તેમની તરફ બંદૂક તાંકી દીધી હતી. તે સમયે તેમની સાથે જમ્મુ-કાશ્મીરના વર્તમાન ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા.
જોકે સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક પ્રતિક્રિયા આપીને પરિસ્થિતિ કાબૂમાં લીધી અને ફારૂક અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓને સુરક્ષિત રીતે ત્યાંથી દૂર ખસેડી દીધા હતા. હુમલાનો પ્રયાસ કરનાર વ્યક્તિને પણ તરત જ પકડી લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપી અચાનક આગળ આવીને અબ્દુલ્લા તરફ હથિયાર તાંકે છે અને ત્યારબાદ સુરક્ષા દળો તરત જ તેને કાબૂમાં લેતા જોવા મળે છે.
#WATCH | Jammu, J&K: An incident of firing occurred at a function where JKNC chief Farooq Abdullah and Deputy CM Surinder Choudhary were present. One person has been arrested. No injuries have been reported.
CCTV visuals showing the moment when the incident took place. pic.twitter.com/pnoD3f9fRJ
— ANI (@ANI) March 11, 2026
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે, જે જમ્મુનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેની ઉંમર લગભગ 63 વર્ષ હોવાનું કહેવાય છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન કમલ સિંઘ જામવાલે પોલીસને જણાવ્યું હતું કે તે છેલ્લા લગભગ 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાને મારવાની ઈચ્છા રાખતો હતો. ઘટનાના સમયે તે નશાની હાલતમાં હતો એવી માહિતી પણ સામે આવી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેની પાસે રહેલું હથિયાર પણ કબજે કરી લેવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને આ પાછળ કોઈ મોટું કાવતરું કે અન્ય લોકોની સંડોવણી તો નથી ને તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel