ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરીને રાજ્યમાં ચકચાર મચાવી છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી નોટો ઝડપી પાડવામાં આવી છે.
આ કેસમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આરોપીઓ ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરીને આ ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા.
સરકારી ગાડીનો ઢોંગ કરીને હેરાફેરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી આવતી એક શંકાસ્પદ ગાડીને અટકાવી હતી. ગાડી પર ‘Government of India’ લખેલું હતું અને તે ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’ની હોવાનું બહાર આવ્યું હતું.
#WATCH | Ahmedabad, Gujarat | Crime Branch has arrested six people, including a woman, with counterfeit currency of a face value of Rs 2 crore. The car used by the accused has been seized by Crime Branch Ahmedabad City pic.twitter.com/td9uyYwKCb
— ANI (@ANI) March 19, 2026
તપાસ દરમિયાન ગાડીમાંથી ₹2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. આરોપીઓ પોલીસ ચેકિંગથી બચવા માટે આયુષ મંત્રાલયના નામનો ઉપયોગ કરીને સરકારી ગાડી હોવાનો ઢોંગ કરતા હતા.
સુરતમાં દરોડા, હાઈટેક પ્રિન્ટિંગ મશીન જપ્ત
અમદાવાદમાં થયેલી કાર્યવાહી બાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના ઉધના વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે નકલી નોટો છાપવાનું હાઈટેક પ્રિન્ટિંગ મશીન અને ₹80 લાખની બનાવટી નોટો કબજે કરી છે.
આ રીતે કુલ ₹2.90 કરોડની નકલી નોટો પોલીસના હાથે લાગી છે.
6 આરોપીઓની ધરપકડ, મોટા નેટવર્કની આશંકા
આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને કેટલા પ્રમાણમાં નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રેકેટના પર્દાફાશથી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel