આસામમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં કુલ 88 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીથી સ્પષ્ટ થાય છે કે ભાજપ રાજ્યમાં મજબૂત રીતે સત્તા જાળવવા માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી રહી છે.
આ યાદીમાં એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર પણ જોવા મળ્યો છે. પ્રદ્યુત બોરદોલોઈને દિસપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. બોરદોલોઈ અગાઉ કોંગ્રેસના સાંસદ તરીકે નાગાંવનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ તેમણે તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ તરત જ તેમને ઉમેદવારી આપવામાં આવી છે.
BJP releases first list of 88 candidates for Assam Assembly elections. CM Himanta Biswa Sarma to contest from Jalukbari; Pradyut Bordoloi gets ticket to contest from Dispur pic.twitter.com/6FUNqDFe6o
— ANI (@ANI) March 19, 2026
રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ફરી એકવાર જાલુકબારી બેઠક પરથી ચૂંટણી લડશે. ખાસ વાત એ છે કે હિમંતા સરમાએ આ બેઠક પરથી સતત પાંચ વખત જીત મેળવી છે, જે તેમની મજબૂત રાજકીય પકડ દર્શાવે છે.
ભાજપની આ યાદીમાં મહિલા સશક્તિકરણ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં છ મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત, ભૂપેન કુમાર બોરાહને બિહપુરિયા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જે રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાય છે.
આ ઉમેદવારોની પસંદગી માટે નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકની અધ્યક્ષતા નીતિન નવીનએ કરી હતી.
ચૂંટણી પંચ એટલે કે ભારતીય ચૂંટણી પંચદ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ આસામમાં મતદાન 9 એપ્રિલ 2026ના રોજ એક જ તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. ટિકિટ વિતરણ અને પક્ષપલટાના રાજકારણને જોતા રાજ્યમાં આગામી દિવસોમાં વધુ રાજકીય હલચલ થવાની શક્યતા છે.
આ રીતે આસામમાં ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે અને તમામ પક્ષો જીત માટે પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel