ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો. આ યંત્રને ભગવાન શ્રી રામના વિજય, ધર્મ અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે.
આ દિવ્ય યંત્રનું નિર્માણ કાંચીપુરમના એક પવિત્ર મઠમાં કરવામાં આવ્યું હતું. વિશેષ ધાતુઓના મિશ્રણ અને વૈદિક ગણતરીઓના આધારે તૈયાર થયેલું આ યંત્ર લગભગ 150 કિલો વજન ધરાવે છે અને સંપૂર્ણપણે સોનાથી મઢાયેલું છે. ધાર્મિક માન્યતા મુજબ, આ યંત્ર બ્રહ્માંડિક ઊર્જાનું કેન્દ્ર છે, જે ભક્તોમાં સકારાત્મકતા અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે.
अयोध्या, उत्तर प्रदेश: राष्ट्रपति द्रौपदी मुर्मू ने श्री राम जन्मभूमि मंदिर परिसर में श्री राम यंत्र की स्थापना की।#Ayodhya #RamMandir #DroupadiMurmu #RamYantra
[ Ayodhya, DraupadiMurmu, RamJanmabhoomi, ShriRamYantra, President ] pic.twitter.com/h9sEnyRLr6
— One India News (@oneindianewscom) March 19, 2026
જેમ શ્રી યંત્રને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તેમ ‘શ્રી રામ યંત્ર’ને ભગવાન ભગવાન શ્રી રામની શક્તિ અને અધર્મ પર વિજયનું પ્રતિક માનવામાં આવે છે. આ યંત્ર મંદિરની આધ્યાત્મિક ઊર્જાને વધુ મજબૂત બનાવશે તેવી માન્યતા છે.
યંત્રના આગમનને પણ ભવ્ય બનાવવામાં આવ્યું હતું. કાંચીપુરમથી યંત્રને પ્રથમ તિરુપતિ લઈ જવામાં આવ્યું હતું, જ્યાંથી 10 દિવસની ભવ્ય રથયાત્રા દ્વારા તેને અયોધ્યા સુધી લાવવામાં આવ્યું. આ યાત્રા દરમિયાન દેશભરના ભક્તોએ દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં આનંદીબેન પટેલ અને યોગી આદિત્યનાથએ તેમનું સ્વાગત કર્યું હતું. રામ લલ્લાના દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિએ મંદિરના બીજા માળે વૈદિક વિધિ અનુસાર પૂજા કરી અને ત્યારબાદ યંત્રની સ્થાપના કરવામાં આવી.
સ્થાપના બાદ રાષ્ટ્રપતિએ સમગ્ર મંદિર સંકુલની મુલાકાત લીધી અને ત્યાં કાર્યરત શ્રમિકો સાથે પણ સંવાદ કર્યો. આ પ્રસંગ સાથે અયોધ્યાના રામ મંદિરની આધ્યાત્મિક મહત્તામાં એક નવો આયામ ઉમેરાયો છે, જે ભારતની સાંસ્કૃતિક એકતા અને આધ્યાત્મિક પરંપરાનો જીવંત દાખલો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel