આસામમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં માત્ર ચાર દિવસ બાકી હતા ત્યારે રાજકીય માહોલ અચાનક ગરમાયો, જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ 5 એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સ કરીને હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની રિનીકી ભુયન શર્મા પર ગંભીર આરોપો લગાવ્યા. ખેડાએ દાવો કર્યો કે રિનીકી શર્મા પાસે UAE, ઇજિપ્ત અને એન્ટીગુઆ-બારબુડાના ત્રણ વિદેશી પાસપોર્ટ છે, જે ભારતના કાયદા મુજબ ગેરકાયદેસર છે, કારણ કે દેશમાં બેવડી નાગરિકતા માન્ય નથી. તેમણે આ મુદ્દે તપાસની માંગ પણ કરી અને પ્રેસ કૉન્ફરન્સમાં કેટલાક દસ્તાવેજોને પુરાવા તરીકે રજૂ કર્યા.
જોકે, ભાજપ અને આસામ સીએમએ આ આરોપોને તરત જ નકારી કાઢ્યા અને દસ્તાવેજોને “ફેક” ગણાવી દીધા, સાથે જ ખેડા વિરુદ્ધ ક્રિમિનલ અને સિવિલ ડિફેમેશન કેસ કરવાની ચેતવણી આપી. મુખ્યમંત્રી સરમાએ આ સમગ્ર ઘટનાને ચૂંટણીને પ્રભાવિત કરવાનો સુનિયોજિત પ્રયાસ ગણાવ્યો.
Busting Congress’ propaganda — serious discrepancies exposed.
The documents being circulated show multiple glaring inconsistencies, suggesting a crude and poorly executed attempt at digital manipulation:
1️⃣ Surname mismatch — “SARMA” used instead of the official “SHARMA”
2️⃣… https://t.co/rZ1Xrp6i4g
— Himanta Biswa Sarma (@himantabiswa) April 5, 2026
આ સમગ્ર વિવાદમાં સૌથી મહત્વની બાબત એ રહી કે કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં મૂળભૂત અને ટેક્નિકલ ખામીઓ સામે આવી, જેના કારણે આરોપોની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા. સૌથી પહેલા નામ અને અટકમાં મિસમેચ જોવા મળ્યો—દસ્તાવેજોમાં “Riniki Bhuyan Sarma” લખાયું હતું, જ્યારે વાસ્તવમાં તેમની સાચી અટક “Sharma” છે.
આસામમાં Sarma અને Sharma જેવી અલગ-અલગ સ્પેલિંગ્સ વપરાય છે, પરંતુ સત્તાવાર દસ્તાવેજોમાં આવી ભૂલ શક્ય નથી. વધુમાં, રજૂ કરાયેલા પાસપોર્ટમાં જે ફોટોગ્રાફ હતો તે સામાન્ય જાહેર ફોટો હોવાનું જણાયું, જ્યારે અસલી પાસપોર્ટમાં બાયોમેટ્રિક ધોરણ મુજબનો ફોટો હોય છે.

આ ઉપરાંત, UAEનો જે દસ્તાવેજ પાસપોર્ટ તરીકે બતાવવામાં આવ્યો હતો તે હકીકતમાં ગોલ્ડન વિઝા કાર્ડ હોવાનું સામે આવ્યું, જેમાં જન્મતારીખ અને ID નંબર વચ્ચે ગેરમિલ હતો. ID નંબર મુજબ જન્મ વર્ષ 1996 થવું જોઈએ, જ્યારે કાર્ડમાં 1973 દર્શાવવામાં આવ્યું હતું. MRZ કોડમાં પણ નેશનાલિટી કોડમાં વિસંગતિ જોવા મળી—કાર્ડ પર ઇજિપ્ત લખેલું હતું, જ્યારે કોડમાં એન્ટીગુઆ દર્શાવાયું હતું—જે દર્શાવે છે કે ડેટામાં ચેડાં કરવામાં આવ્યા છે.
અહીં જન્મતારીખ લખવામાં આવી છે– 31/07/1973. પરંતુ ID નંબર પ્રમાણે જન્મ વર્ષ 1996 હોવું જોઈએ. UAE ID નંબરના ફોર્મેટ પ્રમાણે આ ID કોઈ 1996માં જન્મેલી વ્યક્તિનું હોવું જોઈએ. કારણ કે આ 15 આંકડાના ID નંબરમાં પહેલા ત્રણ આંકડા 784 UAEનો કન્ટ્રી કોડ છે. ત્યારબાદના 4 આંકડા કાર્ડહોલ્ડરનું જન્મવર્ષ દર્શાવે છે અને પછીના 7 આંકડા યુનિક આઇડેન્ટિફાયર હોય છે.
અહીં ID નંબર છે 784-1996-5557498-8. એ હિસાબે જન્મ વર્ષ 1996 હોવું જોઈએ.

કાર્ડમાં ‘રાષ્ટ્રીયતા’ (નેશનાલિટી) લખવામાં આવી છે– ઇજિપ્ત. પરંતુ કાર્ડની પાછળનો MRZ કોડ અલગ કન્ટ્રી કોડ સ્ટ્રક્ચર દર્શાવે છે. આ કોડ છે ILARE1326077316784199655574988 7307317F1710272ATG<<<<<<<<<<03BHUYANSARMA<<RINIKI<<<<<<<<<<<, જ્યાં ATG એ નેશનાલિટી કોડ છે. ATG એટલે એન્ટિગુઆ અને બારબુડા. જ્યારે કાર્ડ પર નેશનાલિટી ઇજિપ્ત લખી છે.

અહીં ડેટા માટેના ચેક ડિજિટ 5 હોવા જોઈએ, પણ અહીં માત્ર 3 છે. અર્થાત્ આ MRZ કોડના આંકડા જાણીજોઈને બદલવામાં આવ્યા છે અને અલ્ગોરિધમ ચેકમાં પણ પાસ થયા નથી. પાસપોર્ટ અને કન્ટ્રી આઇડી માટેના MRZ કોડ સિસ્ટમ જનરેટેડ હોય છે અને તેમાં આવી ખામી ન હોય શકે.
ઇજિપ્શિયન પાસપોર્ટમાં પણ ખામી
ઇજિપ્તના પાસપોર્ટમાં પણ આવા જ ગડબડ ગોટાળા છે. ડોક્યુમેન્ટ નેશનાલિટી ઇજિપ્ત દર્શાવે છે પરંતુ MRZ કોડમાં જે નેશનાલિટી દર્શાવવામાં આવી છે તેની સાથે મેળ ખાતી નથી. કોડ છે PPEGYBHUYAN<SARMA<<RINIKI<<<<<<<<<<<<<<<<<<<A207998834IND7307317F2902120<<<<<<<<<<<<<<08, અહીં પાસપોર્ટ નંબર પછી IND લખવામાં આવ્યું એ દર્શાવે છે કે નેશનાલિટી ભારતીય (ઈન્ડિયન) છે. એક જ પાસપોર્ટ બે અલગ નેશનાલિટી દર્શાવી શકે નહીં, કારણ કે ઉપર કહ્યું એમ કોડ સિસ્ટમ જનરેટેડ હોય છે.

આગળની તપાસમાં વધુ ચોંકાવનારી વાત સામે આવી કે આ ID નંબર પાકિસ્તાનના એક વ્યક્તિના ખોવાયેલા એમિરેટ્સ આઈડી કાર્ડ સાથે મેળ ખાતો હતો. સોશિયલ મીડિયા પર શેર થયેલી મૂળ માહિતી સાથે સરખામણી કરતાં જણાયું કે નામ, જન્મતારીખ અને અન્ય વિગતોમાં ફેરફાર કરીને આ દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ID નંબર બદલવાનું ભૂલાઈ ગયું હતું.

એટલું જ નહીં, ઇજિપ્તના કથિત પાસપોર્ટમાં પણ નેશનાલિટી અને MRZ કોડ વચ્ચે ગેરમિલ જોવા મળ્યો—એક જ દસ્તાવેજમાં અલગ-અલગ દેશોની માહિતી દર્શાવવી ટેક્નિકલ રીતે અશક્ય છે. કોંગ્રેસે રજૂ કરેલા અન્ય દસ્તાવેજોમાં QR કોડ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેને સ્કેન કરતાં કોઈ માન્ય માહિતી પ્રાપ્ત થઈ નહોતી, જે વધુ શંકા ઊભી કરે છે.
To create fake things, you need to use a bit of “brain”!!
Name: Riniki Bhuyan writes “Sharma” instead of “Sarma.”
QR Code: Scanning the QR code shows nothing — use of a fake QR code.
Passport Number: Different passport numbers are used for the same passport.@Pawankhera 😅 pic.twitter.com/t2kLMyS4uJ
— Ron Bikash Gaurav (@RonBikashGaurav) April 5, 2026
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેતાં એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલાં મતદારોમાં ગેરસમજ ફેલાવવા માટે આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હોઈ શકે છે. ભાજપે આને રાજકીય પ્રેરિત પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે બીજી તરફ કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે. જોકે ચૂંટણી નજીક હોવાથી તરત કોઈ નિર્ણય આવશે તેવી શક્યતા ઓછી છે, પરંતુ આ વિવાદે આસામની રાજકીય લડતને વધુ તીવ્ર બનાવી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel