મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પર્બતસિંહ ડાભી આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
નડીયાદ ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી તેમજ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં પર્બતસિંહ ડાભીએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
આ પ્રસંગે આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંગઠન મજબૂત બનાવવા સૌએ સાથે મળીને કામ કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ જોડાણને કારણે સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપને સંગઠન સ્તરે વધુ મજબૂતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel