Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

ગુજરાતના શહેરોને મળ્યા નવા શાસકો : નવસારી, જામનગર, મોરબી સહિતના મેયરોની જાહેરાત

ગુજરાતના શહેરોને મળ્યા નવા શાસકો : નવસારી, જામનગર, મોરબી સહિતના મેયરોની જાહેરાત

ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં નવા શાસકોની પસંદગી અંગે ચાલી રહેલી ઉત્સુકતાનો અંત આવી ગયો છે. Bharatiya Janata Party (ભાજપ) હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે રાજ્યની મુખ્ય મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ નિર્ણયો સાથે શહેરોના શાસનમાં નવી ટીમો સક્રિય બની ગઈ છે, જે આગામી સમયમાં વિકાસકાર્યોને ગતિ આપશે તેવી આશા છે.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)

ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં નવા પદાધિકારીઓની ટીમ સજ્જ થઈ ગઈ છે:

મેયર: હિતેશ બારોટ (થલતેજ વોર્ડ)

ડેપ્યુટી મેયર: અંજુબેન શાહ (સાબરમતી વોર્ડ)

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશ પટેલ (ખોખરા વોર્ડ)

દંડક: અતુલ મિશ્રા (ચાંદખેડા વોર્ડ)

જામનગર મહાનગરપાલિકા

જામનગર મનપામાં પણ નવી ટીમના નામો પર મહોર લગાવી દેવામાં આવી છે:

મેયર: મોનિકા વ્યાસ

ડેપ્યુટી મેયર: રાકેશ ડેર

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કિરણ મોનાણી

શાસક પક્ષના નેતા: અમર મોદી

દંડક: પ્રવિણાબેન રૂપડિયા

મોરબી મહાનગરપાલિકા

મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર ૮ના કોર્પોરેટરની પસંદગી કરાઈ છે:

મેયર: ઉત્તમ સુરાણી (વોર્ડ નંબર 8)

ડેપ્યુટી મેયર: ચિરાગ રાણપરા (વોર્ડ નંબર 6)

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: જયંતીભાઈ પડસુંભિયા (વોર્ડ નંબર 1)

શાસક પક્ષના નેતા: અર્પિતાબા જાડેજા

દંડક: જયેશભાઈ દેસાઈ

નવસારી મહાનગરપાલિકા

નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાના નામની જાહેરાત થઈ છે:

મેયર: અશોક ધોરાજીયા (વોર્ડ નંબર 2)

ડેપ્યુટી મેયર: કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1)

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5)

શાસક પક્ષના નેતા: નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8)

દંડક: રાકેશ પટેલ (વોર્ડ નંબર 7)

ગાંધીધામ મહાનગરપાલિકા

કચ્છના ઔદ્યોગિક નગર ગાંધીધામ મનપાના સુકાનીઓ પણ નક્કી થઈ ગયા છે:

મેયર: દિવ્યા નાથાણી

ડેપ્યુટી મેયર: નવીન જરૂં

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: તેજસ શેઠ

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.