મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું હતું કે અન્ય ધર્મના યુવકે સમાજની દીકરીનું બ્રેઇન વાૅશ કર્યું હોય તેવા એક કિસ્સાનો 15 દિવસ પહેલાં જ અમે ઉકેલ લાવ્યા છીએ, જેમાં માતા-પિતાનું કાઉન્સેલિંગ કરીને દીકરીને બચાવી લેવાઈ છે. હિતેશ પટેલે જણાવ્યું હતું કે 4 મહિનામાં અમારી 40 ટીમ શિબિરો કરાઈ રહી છે.
પાટીદાર સમાજે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે દુકાનમાં મોબાઇલ ફોન રિચાર્જ કરાવવા આવેલી સમાજની દીકરીઓને યુવાનો ખોટ ખાઈને સસ્તામાં રિચાર્જ કરી આપતા હોય છે. આ રીતે મિત્રતા કેળવીને નંબર મેળવે છે પછી મોબાઈલમાં લિન્ક મોકલવામાં આવતી હોય છે. સમાજના અગ્રણીઓ દ્વારા સમાજની દીકરીઓને ચેતવી છે કે ઓછી કિંમતે મળતી વસ્તુઓ લેવા આકર્ષણ કરી પોતાનો મોબાઇલ નંબર આપતા પહેલાં ચેતી જવું.
હિતેષ પટેલે જણાવ્યું હતું કે અમે સમજાવીએ છીએ કે અન્ય ધર્મમાં લગ્ન કરીને નિરાશ થઈને પાછી આવતી દીકરીઓને સ્વીકારવી પડશે.
ખેડા જિલ્લાના એક ગામમાં રહેતી 20 વર્ષની યુવતીને અન્ય ધર્મના યુવક દોઢ વર્ષથી મોબાઇલ પર લિન્ક મોકલતો હતો. આ લિન્કમાં જણાવાતું હતું કે તેમના સમાજ સિવાયના તમામ ધર્મો અને ભગવાન ખોટા છે. તેમના સમાજ સિવાયના લોકોનું અપમૃત્યુ થશે. તેમ કહી આ યુવાન યુવતીના મોબાઇલમાં લિન્ક મોકલીને તેનું બ્રેઇન વાૅશ કરતો રહેતો હતો.