click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: IMDએ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કર્યું, મુંબઈમાં દરિયો તોફાની બન્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > IMDએ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કર્યું, મુંબઈમાં દરિયો તોફાની બન્યો
Gujarat

IMDએ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કર્યું, મુંબઈમાં દરિયો તોફાની બન્યો

આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદની શક્યતા પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કેન્સલ કરી દીધી, 350 બસો પર રદ

Last updated: 2023/06/14 at 11:15 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું લગભગ દર કલાકે 5 કિલોમીટર આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકારથી લગભગ 290 કિ.મી.ના અંતરે રહી ગયું છે. 15 જૂનની સાથે તે ગુજરાત સાથે અથડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે.

જખૌ બંદરેથી બિપરજોય વાવાઝોડું માત્ર 280 કિલોમીટર દૂર રહી ગયું છે. તેની તીવ્રતા પણ વધી જવાને કારણે ભારતના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આ પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0530IST of today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat), 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15June as VSCS. pic.twitter.com/DQPh75eXwY

— India Meteorological Department (@Indiametdept) June 14, 2023

વાવાઝોડા બિપરજોયને પગલે આજની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે તેમજ તમામ મંત્રીઓને સોંપેલા જિલ્લામાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત બિપરજોય વાવાઝોડાને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કરતા હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમ બહાર પડાયો છે કે તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે.

મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. બિપરજોયની ઈફેક્ટને લીધે મુંબઈના લોકપ્રિય સ્થળ મરીન ડ્રાઈવ પર દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

બિપરજોય વાવાઝોડાને પગલે કચ્છમાં દરિયાકાંઠાના 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા રહેવાશીઓનું સ્થળાંતર કરવામાં આવશે. તંત્રએ આ નિર્ણય લીધો હતો. આ ઉપરાંત બચાવકામગીરી માટ જામનગરથી આર્મીના 78 જવાનો દ્વારકા જવા રવાના થયા હતા.

માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું કે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જોકે કેટલાક સ્થળોએ હવાથી મધ્યમ વરસાદ અને છુટાછવાયા વરસાદની પણ શક્યતા છે. જ્યારે 15 જૂને પણ આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર બિપરજોય વાવાઝોડું હવે 5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌ પોર્ટથી દક્ષિણ પશ્ચિમમાં 290 કિ.મી. દૂર રહી ગયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકારથી પશ્ચિમ-દ.પશ્ચિમમાં તે 300 કિ.મી.દૂર છે.

બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના બંદર શહેર કરાચી વચ્ચે પહોંચશે. તે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગે તોફાનને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

 

 

 

You Might Also Like

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત

જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 14, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાલોડ તાલુકાના દેગામા ગામમાં બનાવવામાં આવેલ મીંઢોળા નદી ઉપરનો પુલ ઉદ્દઘાટન પહેલા જ ધરાશાય થઈ ગયો.
Next Article બિપરજોય વાવાઝોડાને ધ્યાને લેતા જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના ૭૮ જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા રવાના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026
તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ
Gujarat જુલાઇ 7, 2026
NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
Gujarat જુલાઇ 7, 2026
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?